THE INDIAN SOCIOLOGIST

માંડવીમાં ઐતિહાસિક ટોપણસર તળાવ ઓગની જતાં મેઘોત્સવ ઉજવાયો


ટોપણસર તળાવ ઓગની જતાં નગરજનો માં હર્શો ઉલાસ

દરિયાઈ શહેર માંડવીના હૃદય સમાન ટોપણસર તળાવ ઓગની જતાં નગરજનો ઉત્સાહ ભેર નાચતા નાચતા ઢોલ શરણાઇના સૂરો સાથે મેઘોત્સવ ઉજવ્યો હતો. નગર અધ્યક્ષ હરેશભાઇ વિઝોડાના હસ્તે શાસ્ત્રોકત વિધિથી જળ પૂજન કરવામાં આવ્યું હતું. તળાવના કિનારે માનવ મહેરામણ ઉમટતાં રવિવારની રજા જેવો માહોલ જોવા મળ્યો હતો. તળાવ છલકાઇ જવાના વાવડ દેશ-વિદેશમાં રહેતા વતન પ્રેમીઓને સોશિયલ મીડિયામાં મળતાં ખુશી ફેલાઇ હતી. તળાવ ઓગન વિધિના અવસરે નગરસેવકો અને શહેરીજનો જુની નગરપાલિકા ભીમાણી ટાવર પાસેથી નાચગાન સાથે ખુશીઓ મનાવતા રામઘાટ પાસે વાજતે ગાજતે પહોંચ્યા હતા.

માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડા ના હસ્તે વિધિવત રીતે ટોપણ સર તળાવ વધાવાયું હતું આ તકે માંડવી નગરપાલિકા ના કર્મચારીઓ નગરસેવકો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST