સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ODF પ્લસ મોડલ ગામની કામગીરી ચાલી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામને એકઝામપ્લનરી ODF પ્લસ મોડલ ગામ જાહેર કરવા માટે ગામે યોજનાકીય વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા.૩૧/૦૭/૨૦૨૪નાં રોજ સાંજે ૬.૦૦ કલાકે શ્રી એસ.કે. મોદી, માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગાંધીનગરના અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવેલ.
જેમાં સાહેબશ્રી દ્વારા ગામમાં ચાલી રહેલી કામગીરીની પ્રગતિની નોંધ લેવામાં આવી તેમજ ચડાસણા ગામને ODF પ્લસ મોડલ ગામ જાહેર કરવા માટે ખૂટતી કડીઓ ઝડપથી પૂર્ણ કરવા જણાવવામાં આવેલ તેમજ ગ્રામ કક્ષાએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત આપવામાં આવેલ ઇ-રિક્ષાના ઉપયોગથી ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરી બનાવવામાં આવેલ સેગ્રીગેશન શેડ પર આ કચરાનું વર્ગીકરણ કરી ભીના કચરામાંથી સેન્દ્રિય ખાતર બનાવી ખેડુતોને વેચાણ કરવું તેમજ સુકો કચરો રીસાયકર્સ/કબાડીવાળાને વેચાણ કરી, ગ્રામ પંચાયતને વેલ્યુ ચેન કાર્યરત કરવા ઉપરાંત ઉપલબ્ધ રેકર્ડની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તથા તમામ ગ્રામ જનનોને ODF પ્લસ મોડલ ગામ જાહેર કરવા માટે સહયોગ આપવા જણાવેલ.
આ રાત્રી સભામાં નિયામકશ્રી જીજ્ઞાશા વેગડા મેડમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગર, શ્રી જયદીપભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, માણસા, શ્રી મહેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા કોઓર્ડીનેટર, શ્રી પંડયા મિતેષ, LWM કન્સલટન્ટ, શ્રી નરેન્દ્ર મોચી, ઈ.ચા. SWM કન્સલટન્ટ, શ્રી દિપીકાબેન પટેલ, આઇઇસી કન્સલટન્ટ, શ્રી દશરથસિંહ રાઠોડ, HR & કેપેસીટી બિલ્ડીંગ કન્સલટન્ટ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના જિલ્લા તથા તાલુકા કક્ષાનો સ્ટાફ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ, ગામના વહીવટદારશ્રી, તલાટી કમ મંત્રીશ્રી આગેવાનશ્રીઓ તેમજ ગ્રામજનો હાજર રહેલ. આ રાત્રી સભામાં ગ્રામજનોમાં સુકા અને ભીના કચરાના વર્ગીકરણ અંગે લોક ને અરિહંત આર્ટ કોમ્યુનિકેશન સંસ્થાના કલાકાર દ્રારા જેમાં પૂજાબેન લખવારા કુસુમબેન નીતિનભાઈ. રવિભાઈ મુકેશભાઈ અને ટિમ ણા કલાકારો દ્રારા જાગૃતિ અર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યુ હતું.ગામલોકો ને સ્વછતા ના સપથ લેવડાવ્યા હતા