TODAY'S NEWS : માંડવીના પૂર્વ નગરપતિ સહિત ચાર જુગાર કેસમાં નિર્દોષ
TODAY'S NEWS : માંડવી ની નગરપાલિકાના પૂર્વ નગરપતિ સહિત અન્ય ત્રણ સામે ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર ગેરકાયદેસર રીતે રમતાં પોલીસે પકડયા હતા. 21 મહિના બાદ કેસ ચાલી જતાં શંકાનો લાભ આપી તમામને નિર્દોષ ઠરાવવામાં આવ્યા છે. આ બનાવની વિગત મુજબ 28 ફેબ્રુઆરી-2023ના માંડવી નગરપાલિકાના પૂર્વ નગરપતિ અરવિંદ જેઠાલાલ ગોહિલ, હસમુખ ચંદુલાલ રાજગોર, દીપક નારણ રાજગોર, જયેશ રામજી ચૌહાણ ચાર આરોપી સામે જુગારધારાની કલમ 12 મુજબનો શિક્ષાને પાત્ર ગુનો નોંધાયો હતો, જેમાં શંકાનો લાભ આપીને પાલિકાના પૂર્વ નગરપતિ સહિત તમામને નિર્દોષ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ સ્વાતિબેન રાજબીરે ચુકાદો આપ્યો હતો. બચાવ પક્ષના એડવોકેટ મુકેશ ફુફલ રહ્યા હતા
INDIAN SOCIOLOGIST