THE INDIAN SOCIOLOGIST

PROJECT SETU : હેઠળ માત્ર 1 વર્ષમાં ₹78,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી, 60 ટકાનું સમાધાન

 પ્રોજેક્ટ સેતુ’ હેઠળ માત્ર 1 વર્ષમાં ₹78,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી, 60 ટકાનું સમાધાન




..................................

સીએમ ડેશબોર્ડના પ્રગતિ-G પોર્ટલ હેઠળ ‘પ્રોજેક્ટ સેતુ’ મોડ્યુલને એક વર્ષ પૂર્ણ

327 મુદ્દાઓમાંથી 193 મુદ્દાઓ ઉકેલાયા, 60% સફળતા દર

પ્રગતિ-G પોર્ટલ હેઠળ નોંધાયેલા 48%થી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ

..................................




વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય પારદર્શિતા, જવાબદારી અને નાગરિક-કેન્દ્રિત પહેલો સાથે સુશાસનનું પ્રતિક બન્યું છે. આ પરિવર્તનમાં સીએમ ડેશબોર્ડ એક મુખ્ય પહેલ છે. સીએમ ડેશબોર્ડ એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રાજ્યની વિકાસ પરિયોજનાઓ અને જાહેર સેવાઓનું રિયલ-ટાઈમ મોનિટરિંગ અને સંચાલન કરે છે.

CM ડેશબોર્ડની આ ક્ષમતાને વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે એટલે કે 2023માં સુશાસન દિવસ નિમિત્તે પ્રગતિ-G પોર્ટલ (Pro-Active Governance and Timely Implementation in Gujarat) હેઠળ ‘પ્રોજેક્ટ સેતુ’ મોડ્યુલને લૉન્ચ કર્યું હતું. આ પ્રોજેક્ટ સેતુ મોડ્યુલને હવે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.

PROJECT SETU : પ્રગતિ-G પોર્ટલ હેઠળ “પ્રોજેક્ટ સેતુ” મોડ્યુલ શું છે ?

રાજ્યના વિવિધ વિભાગો હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા અને તે પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ઊભી થતી સમસ્યાઓના ઝડપી નિવારણ માટે ઉચ્ચ-સ્તરની મોનિટરિંગ સિસ્ટમ તરીકે CM ડેશબોર્ડના પ્રગતિ-G પોર્ટલ હેઠળ પ્રોજેક્ટ સેતુ મોડ્યુલને લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલ હેઠળ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પોતે રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ્સનું માઇક્રો-લેવલ મોનિટરિંગ કરે છે. આ માટે પ્રોજેક્ટ્સના મુદ્દાઓને 10થી વધુ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને તેના આધારે તેમની વિગતવાર સમીક્ષા કરવામાં આવે છે.

PROJECT SETU : પેપરલેસ સમીક્ષા પ્રક્રિયા હેઠળ ₹78,000 કરોડના પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા

ગુજરાત સરકારના 'પ્રોજેક્ટ સેતુ'એ માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં ₹78,000 કરોડ મૂલ્યના 380 મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા કરીને એક દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે. આ પ્રક્રિયા હેઠળ લગભગ 327 મુદ્દાઓ સામે આવ્યા હતા, જેમાંથી 193 સમસ્યાઓનું સફળતાપૂર્વક નિરાકરણ થયું હતું, જે લગભગ 60%નો પ્રભાવશાળી સફળતા દર સૂચવે છે. આ સમસ્યાઓનો ઝડપી ઉકેલ મળવાથી આ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. એટલું જ નહીં, 'પ્રોજેક્ટ સેતુ' મોડ્યુલ હેઠળ વિવિધ વિભાગોના નાના-મોટા પ્રોજેક્ટ્સની રિવ્યૂ મીટિંગની સુવિધાએ રાજ્ય સરકારની સમીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણપણે પેપરલેસ બનાવી દીધી છે. આનાથી પારદર્શિતા તો વધી જ છે, સાથે નિર્ણય લેવાની પ્રક્રિયા પણ ઝડપી બની છે.

જે વિભાગના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી છે તેમાં શહેરી વિકાસ (₹22,653 કરોડ, 76 પ્રોજેક્ટ્સ), રસ્તાઓ અને મકાનો (₹6,755 કરોડ, 73 પ્રોજેક્ટ્સ), પાણી પુરવઠા (₹17,756 કરોડ, 78 પ્રોજેક્ટ્સ), ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ (₹2,777 કરોડ, 21 પ્રોજેક્ટ્સ), ઉદ્યોગ અને ખનિજ (₹6,579 કરોડ, 11 પ્રોજેક્ટ્સ) અને આદિજાતિ વિકાસ (₹318 કરોડ, 12 પ્રોજેક્ટ્સ)નો સમાવેશ થાય છે. ‘પ્રગતિ-G’ પોર્ટલ અને ‘પ્રોજેક્ટ સેતુ’ મોડ્યુલના અસરકારક ઉપયોગ સાથે ગુજરાત સરકાર સમયસર અમલીકરણ, પારદર્શિતા અને મોનિટરિંગમાં એક આદર્શ ડિજિટલ ગવર્નન્સ મોડલ રજૂ કરી રહી છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સશક્ત ઉદાહરણ છે.

PROJECT SETU :  સીએમ ડેશબોર્ડનું પ્રગતિ-G પોર્ટલ શું છે ?

પ્રગતિ-G પોર્ટલ એટલે કે Pro-Active Governance and Timely Implementation in Gujarat હેઠળ ₹5 કરોડથી વધુ મૂલ્યના પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખવામાં આવે છે. આ પોર્ટલ હેઠળ અત્યાર સુધીમાં 7,812થી વધુ પ્રોજેક્ટ્સ રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેમાંથી 3,753 પ્રોજેક્ટ્સ એટલે કે 48% સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા છે, જ્યારે અન્ય પ્રોજેક્ટ્સનું કામ વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે.

ગુજરાત સરકારની પ્રગતિ-G પોર્ટલ અને પ્રોજેક્ટ સેતુ પહેલ માત્ર અસરકારક દેખરેખ અને સમયસર અમલીકરણ સુનિશ્ચિત કરતી નથી, પરંતુ રાજ્યમાં પારદર્શક અને જવાબદાર ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ પણ સ્થાપિત કરે છે. ‘પ્રોજેક્ટ સેતુ’ દ્વારા ગુજરાત સરકારે સમસ્યાઓના ઝડપી નિરાકરણ સાથે આંતર-વિભાગીય સંકલન અને વિકાસ કાર્યોને વેગ આપ્યો છે. 'પ્રોજેક્ટ સેતુ'ના કારણે વિવિધ પ્રોજેક્ટ્સનું કામ ઝડપી બનવાની સાથે ગુજરાતનું વિકાસ મોડલ પણ વધુ સુશાસન યુક્ત બની રહ્યું છે.

આ પણ વાંચો : ORGANIC FARMING :   બારડોલી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો


INDIAN SOCIOLOGIST

 

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST