THE INDIAN SOCIOLOGIST

26 JANUARY : ઉમરપાડા તાલુકાના વાડી ગામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિન ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું

26 JANUARY : ઉમરપાડા તાલુકાના વાડી ગામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિન ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું


26 JANUARY : સુરત જિલ્લા કક્ષાએ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાશે. જેની પૂર્વતૈયારીના ભાગરૂપે માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતુ. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ઉપસ્થિત રહ્યા હતા.

26 JANUARY : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમ સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આયોજિત રિહર્સલમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ ત્રિરંગાને સલામી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. રિહર્સલ દરમિયાન પ્રાંત અધિકારીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરળ સુગમ રીતે પાર પડે તે માટે વિવિધ વિભાગોએ રિહર્સલમાં ભાગ લીધો હતો અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST