5TH JANUARY : મહાવીર સ્વામી જિનાલયે પ્રભુજી નો 12મો ધ્વજારોહણ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.
રવિવારે બપોરે જૈનપુરીમાં પાંચેગચ્છના સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાશે.
5TH JANUARY : માંડવીમાં મહાવીર સ્વામી ભગવાનના જિનાલય નો 12મો ધ્વજારોહણ આવતીકાલે તા. ૦૫/૦૧ ને રવિવારના રોજ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.
5TH JANUARY : ધ્વજારોહણ પ્રસંગે રવિવારના સવારના 9:30 કલાકે સતરભેદી પૂજા ચાર મંડળની બહેનો ભણાવશે. સવારે 11 વાગે ધ્વજારોહણ સંબંધી ચડાવા લેવાશે. જ્યારે બપોરે 12:39 વાગે લાભાર્થીના હસ્તે ધ્વજારોહણ કરનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
5TH JANUARY : રવિવારે બપોરે 1:00 વાગે જૈનપુરી મધ્યે મહાવીર સ્વામી ભગવાનના જીનાલય ની આજુબાજુ રહેતા પરિવારો તરફથી પાંચેયગચ્છના સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાશે.
5TH JANUARY : માંડવીના પાંચેયગચ્છના ભાઈઓ તથા બહેનોએ ધ્વજારોહણ સંબંધી ચડાવામાં, ધ્વજારોહણના કાર્યક્રમમાં તથા બપોરે સ્વામી વાત્સલ્યના કાર્યક્રમનો લાભ આપવા માંડવી તપગચ્છ જૈન સંઘે જણાવ્યું છે
INDIAN SOCIOLOGIST