THE INDIAN SOCIOLOGIST

ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ દ્વારા જૈન આશ્રમ વાસીઓને ઠંડીમાં ઉપયોગી થાય એ હેતુથી સ્લીપરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ દ્વારા જૈન આશ્રમ વાસીઓને ઠંડીમાં ઉપયોગી થાય એ હેતુથી સ્લીપરનું વિતરણ કરવામાં આવ્યું હતું.


મહિલા સંયોજિકા શ્રીમતી કિરણબેન કોટકે સૌને આવકાર્યા હતા. ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર કે .જી.વૈષ્ણવ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમણે મહિલાઓ દ્વારા કરવામાં આવેલ આ સંવેદના સભર કાર્યની સરાહના કરી હતી સહસંયોજિકા શ્રીમતી નીતાબેન વૈષ્ણવ નો મુખ્ય સહયોગ મળ્યો હતો. દાતાશ્રીઓ તથા ભારત વિકાસ પરિષદના સભ્યો અને મહિલાઓના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. શ્રીમતી મમતાબેન પારેખ તથા કર્મચારીગણે કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. ભારત વિકાસ પરિષદના મમતાબેન શાહ, અપર્ણા બેન, મુકેશ સોલંકી, નરેન્દ્ર સોની ,કૈલાશ ઓઝા, નીતિન ચાવડા ,મુકેશ ત્રિવેદી, અરવિંદ જેઠવા તથા રજુબેન શાહ, ધનવંતીબેન છેડા, રચનાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આશ્રમવાસી બહેનો સાથે ગીત-ગોષ્ઠી કરી હતી.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST