THE INDIAN SOCIOLOGIST

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાબરકાંઠાખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે

રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરશ્રીઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહ યોજાશે.

 

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:

ક્રમ

મંત્રીશ્રીઓના નામ

જિલ્લો

કેબિનેટ મંત્રીશ્રીઓ

1.     

શ્રી કનુભાઈ દેસાઈ

વલસાડ (વાપી)

2.    

શ્રી ઋષિકેશ પટેલ

બનાસકાંઠા (અંબાજી)

3.    

શ્રી રાઘવજીભાઈ પટેલ

રાજકોટ (કોટડા સાંગાણી)

4.    

શ્રી બળવંતસિંહ રાજપૂત

મહેસાણા (પાંચોટ)

5.    

શ્રી કુંવરજીભાઈ બાવળિયા

બોટાદ  (બરવાડા)

6.    

શ્રી મુળુભાઈ બેરા

જામનગર (શહેર)

7.    

ડૉ. કુબેરભાઈ ડીંડોર

ભાવનગર (શિહોર)

8.    

શ્રીમતી ભાનુબેન બાબરિયા

અમદાવાદ (ધંધુકા)

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ

9.    

શ્રી હર્ષ સંઘવી

ગાંધીનગર (શહેર)

10.   

શ્રી જગદીશ વિશ્વકર્મા

ખેડા (કપડવંજ)

11.   

શ્રી પરશોત્તમભાઈ સોલંકી

ગીર સોમનાથ (ઉના)

12.   

શ્રી બચુભાઈ ખાબડ 

દાહોદ (સિંઘવડ)

13.   

શ્રી મુકેશભાઈ પટેલ

નવસારી (જલાલપોર)

14.   

શ્રી પ્રફુલ પાનશેરીયા

સુરત (ઉમરપાડા)

15.   

શ્રી ભીખુસિંહજી પરમાર

છોટા ઉદેપુર (જેતપુર પાવી)

16.   

શ્રી કુંવરજીભાઈ હળપતિ  

ભરૂચ (શહેર)






આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST