CRICKET : વલસાડ જિલ્લા તિજોરી કચેરી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
CRICKET : સુરતની ટીમ વિજેતા વલસાડ જિલ્લા તિજોરી કચેરી દ્વારા દક્ષિણ ગુજરાત હિસાબી પરિવાર ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪નું આયોજન ચીખલીના ગોલવાડ ફ્રેન્ડ ગ્રુપ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વલસાડ, ડાંગ- આહવા, નવસારી, સુરત, તાપી અને ભરૂચ એમ છ જિલ્લાઓની આઠ ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ મેચમાં જિલ્લા તિજોરી કચેરી, સ્થાનિક ભંડોળ હિસાબ, પેન્શન ચૂકવણા કચેરી તથા હિસાબી પરિવારના અધર ડિપાર્ટમેન્ટના અધિકરીશ્રીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો.
CRICKET : સુરત અને તાપી જિલ્લા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં સુરત જિલ્લાની ટીમને વિજય પ્રાપ્ત થયો હતો. મેન ઑફ ધ મેચ, મેન ઑફ ધ સિરીઝ, રનર્સ અપ ટીમ અને વિજેતા ટીમને અધિકારીશ્રીઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રમત રમવાનો ખાસ હેતુ સતત કચેરીના કામમાં વ્યસ્ત રહેતા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને એક અલગ માહોલ મળી રહે એકબીજાનો પરિચય કેળવાય તથા ખેલદીલી, એકતા, સહકારની ભાવના જળવાય રહે એ માટે વલસાડ જિલ્લા તિજોરી કચેરી દ્વારા આયોજન કરાયુ હતું.
આ પણ વાંચો : ORGANIC FARMING : દોઢ હેકટરમાં સરગવાની ખેતીથી વર્ષે દહાડે છ લાખનું ઉત્પાદન
INDIAN SOCIOLOGIST