DANG : ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આહવામાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનની રેલી યોજાઇ
‘બેટી બચાવો બેટી પઢાવો અભિયાન’ ના ૧૦ વર્ષ થયા અંગેની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરાયું
DANG : ‘બેટી બચાવો બેટી પઢાવો યોજના અભિયાન’ ને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ૧૦ વર્ષ પુર્ણ થતાં હોય, ભારત સરકારશ્રી દ્વ્રારા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ થી ૮ માર્ચ ૨૦૨૫ સુધી જુદી જુદી પ્રવૃતિઓ/કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારી શ્રી ડૉ. મનિષાબેન એ. મુલતાની માર્ગદર્શન હેઠળ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
DANG : ‘બેટી બચાવો બેટી પઢાવો અભિયાન’ ની આ રેલી જિલ્લા કલેક્ટરના પટાંગણથી નિકળી જિલ્લા મથક આહવાના જુદાં જુદાં વિસ્તારમા ફરી ફુવારા ચાર રસ્તા થઇ પરત આવી હતી. આ રેલીમાં કિશોરીઓ દ્વ્રારા બેટી બચાવો બેટી પઢાવો નારાને ગુંજતો કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો માટેના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ બેટી બચાવો બેટી પઢાવોના શપથ લીધા હતાં. ‘બેટી બચાવો બેટી પઢાવો અભિયાન’ જે જાતિ આધારિત ગર્ભ પરિક્ષણ અટકાવવામાં તેમજ દિકરીઓની સુરક્ષા અને શિક્ષણને આગળ લઈ જવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.
DANG : બેટી બચાવો બેટી પઢાવો અભિયાન તારીખ ૨૨ જન્યુઆરી ૨૦૨૫ થી ૮ માર્ચ ૨૦૨૫ સુધી લક્ષિત જુથો, શાળાઓ. મહિલાઓ, સમુદાયો તથા વિવિધ વિભાગો સાથે સંકલન કરી BBBP શપથ સમારોહ. રેલી, પ્રભાતફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક કાર્યક્રમ, મેન્સટુઅલ હાઇજીન, જાતિગત સમાનતા, PC&PNDT Act, રમત-ગમ્મત અઠવાડિયુ, વૃક્ષારોપણ કાર્યક્રમ, પોષણ મહા સપ્તાહ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે. આ સમય દરમિયાન મહિલા જાગૃતિકરણની શીબીરોનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ રેલીમાં જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી. પાટીલ મહિલા પોલીસ સ્ટેશનના PSI સુ.શ્રી સેફાલીબેન ટંડેલ, પોલીસ કર્મીઓ સહિત મહિલા અને બાળ અધિકારીના વિવિધ માળખાઓ જેમ કે, DHEW, સખી વન સ્ટોપ, વિવિધ મહિલાલક્ષી કેન્દ્ર, PBSC, ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇનના કર્મચારીગણ તેમજ શાળા આહવાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ હાજર રહ્યા હતા.