THE INDIAN SOCIOLOGIST

DANG : આહવા તાલુકા પ્રાથમિક શાળા ખાતે ડાંગ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

DANG : આહવા તાલુકા પ્રાથમિક શાળા ખાતે ડાંગ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

DANG : રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા પ્રેરીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ડાંગ તથા તાલુકા પ્રાથમિક શાળા આહવાના સહયોગથી આજરોજ ડાંગના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિજય દેશમુખના અધ્યક્ષ સ્થાને ‘ડાંગ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૪-૨૫’ યોજાયો હતો.

DANG : આ પ્રંસગે મુખ્ય મહેમાન શ્રી વિજયભાઇ દેશમુખે જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનના મુખ્ય ધારાનો ભાગ છે. જ્યારે સાંસકૃતિક પ્રવૃતિઓ, રમત ગમત વિગેરે જીવનની ગૌણ ધારાઓ છે. પરંતુ શિક્ષણની સાથે સાંસકૃતિક પ્રવૃતિઓ, રમત ગમત અને કલા જેવી બાબતો પણ જીવનમાં ખુબ જ જરૂરી છે. ત્યારે અભ્યાસની સાથે સાથે સાંસકૃતિક પ્રવૃતિઓ વિગેરે સાથે જોડાઇ આગળ વધવા માટે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું.

DANG : ડાંગના આહવા ખાતે યોજયેલ જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કુલ ૨૩ કૃતિઓમાં અલગ અલગ વયજુથ ધરાવતા ૧૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લિધો હતો. આ સમારોહમાં જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, નિર્ણાયકશ્રીઓ, વિવિધ શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં બાળકો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST