GUJARAT : રાજ્યમાં પ્રવાસનને વધુ વેગ આપવા ૪૪ પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે ૨૨૬૯ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સર્કિટના વિકાસથી પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી વધારવાનો સર્વગ્રાહી અભિગમ
GUJARAT : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વધુ ગતિશીલ બનાવીને પ્રવાસીઓને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાનો વ્યુહ અપનાવ્યો છે.
તેમણે રાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના હયાત માર્ગોના અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામો માટે ૨૨૬૮.૯૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રવાસન સ્થળોના કુલ ૫૮ માર્ગો પર અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.
GUJARAT : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓની સર્કિટના વિકાસ દ્વારા આવા પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી અને સુલભતા વધારવાનો અભિગમ પણ રાખ્યો છે. ૫૮ માર્ગોની સુધારણાથી આ અભિગમને વેગ મળવા સાથે પ્રવાસીઓને બહેતર અને વધુ કાર્યક્ષમ રોડ નેટવર્ક મળશે.
આ ઉપરાંત મુસાફરીનો સમય અને ખર્ચ પણ ઘટવા સાથોસાથ કનેક્ટિવિટીના વધારાથી પ્રવાસન સ્થળોની આસપાસના વિસ્તારોનો આર્થિક વિકાસ થશે તેમજ નવી રોજગારીની તકોનું સર્જન થશે.
GUJARAT : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે અને ‘વોકલ ફોર લોકલ’ ધ્યેય અંતર્ગત સ્થાનિક હસ્તકલા કારીગરીના અને ગૃહ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ થવાથી જે તે વિસ્તારના લોકોના જીવન ધોરણમાં પણ ઉન્નતિ થશે.
આ પણ વાંચો : TRANSPORTATION : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ
INDIAN SOCIOLOGIST