THE INDIAN SOCIOLOGIST

KHEL MAHAKUMBH 3.0 : નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં ભાઈઓ-બહેનોની ખો-ખોની સ્પર્ધા યોજાઈ

KHEL MAHAKUMBH 3.0 : નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં ભાઈઓ-બહેનોની ખો-ખોની સ્પર્ધા યોજાઈ


ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની રાહબરીમાં જિલ્લા રમત વિકાસ

KHEL MAHAKUMBH 3.0 : અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ તબક્કે સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જે અંતર્ગત આજે તા.૯ જાન્યુઆરી-૨૦૨૫ને ગુરૂવારના રોજ નાંદોદ, તિલકવાડા, દેડીયાપાડા, સાગબારા અને ગરુડેશ્વરમાં તાલુકાકક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત ખો ખોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્હાસભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે નર્મદા જિલ્લા રમતગમત અધિકારીશ્રી દિનેશભાઈ ભીલએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. તાલુકા કક્ષાની સ્પર્ધાઓની વિજેતા ટીમો આગામી સમયમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST