RTE : સુરતના લસકાણા ખાતે RTE (શિક્ષણનો અધિકાર એક્ટ) અંતર્ગત પ્રવેશ માટે સૉફ્ટવેર તાલીમ તથા ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યો માટે વહીવટી સેમિનાર યોજાયો
RTE : જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. ભગીરથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જે.બી.એન્ડ કાર્પ વિદ્યાસંકુલ-લસકાણા ખાતે RTE (શિક્ષણનો અધિકાર એક્ટ) અંતર્ગત પ્રવેશ માટે સૉફ્ટવેર તાલીમ તથા ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યો માટે વહીવટી સેમિનાર યોજાયો હતો, જેમાં માઇક્રોવેબ સોલ્યુશન્સ સોફ્ટવેર કંપનીના ભાવેશ રાજાઈ તથા વૈભવ દેસાઈએ સોફ્ટવેર સબંધી સુવ્યવસ્થિત તાલીમ આપી હતી.
RTE : જિ. શિક્ષણાધિકારીશ્રી ડો.ભગીરથસિંહ પરમારે ખાનગી પ્રા. શાળાઓ સંબંધિત પ્રત્યેક બાબતો પર ઝીણવટપૂર્વક ચર્ચા કરીને માર્ગદર્શન આપી આચાર્યોને મુંઝવતા પ્રશ્નોનું નિવારણ પ્રશ્નોતરી દ્વારા કર્યું હતું. જિ.શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રીમતી તેજલબેન રાવ તથા શ્રીમતી ડૉ.સંગીતાબેન મિસ્ત્રીએ વિષય સંદર્ભે મહત્વપૂર્ણ બાબતોનું વહીવટી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
RTE : મનપાના શાસનાધિકારીશ્રીએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું. સેમિનારમાં જિ.શિક્ષણાધિકારી કચેરીના તમામ શિક્ષણ નિરીક્ષકો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, વહીવટી સ્ટાફ તથા તમામ URC, CRC, શહેરની ખાનગી પ્રા. શાળાઓના આચાર્યો તથા વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચો : ORGANIC FARMING : અણુમાલા ટાઉનશીપ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
INDIAN SOCIOLOGIST