SCHOOL SAFETY WEEK-2025 નાંદોદ તાલુકાના લાછરસ સ્થિત PM શ્રી પ્રાથમિક શાળા ખાતેથી નર્મદા જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫નો પ્રારંભ
SCHOOL SAFETY WEEK-2025 : ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા તા.૨૦મી થી ૨૫મી જાન્યુઆરી,૨૦૨૫ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓમાં કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ BISAGના માધ્યમથી શાળાના બાળકોએ નિહાળ્યું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના માર્ગદર્શનમાં તા.૨૦મી થી ૨૫મી જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે.
SCHOOL SAFETY WEEK-2025 : જે અંતર્ગત નાંદોદ તાલુકાના લાછરસ સ્થિત પીએમશ્રી પ્રાથમિક શાળા ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આપત્તી વ્યવસ્થાપન વિભાગના ઇન્ચાર્જ મામલતદારશ્રી ડી. એમ. સાંખટે સમગ્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે, શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન, સલામતી અંગેના જરૂરી પગલાં ભરવા અને લોકોમાં જનજાગૃતિના ઉમદા આશય અને બાળકો જુદી જુદી આપત્તિ વિશે જાણકારી મેળવે, તેમના ઘર-પરિવારમાં પણ અવેરનેસ કેળવાય તેવા જાગૃતિના પ્રયાસો આ શાળા સલામતી સપ્તાહ-2025 દરમિયાન કરવામાં આવનાર છે. બાળકોને આપત્તિ વિશે વધુ માહિતી મળે તે માટે અભ્યાસક્ર્મમાં પણ તેનો સમાવેશ કરવા કહ્યું હતું. "સાવચેતી એ જ સલામતી" હેઠળ આ કાર્યક્રમમાં એક સપ્તાહ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ફાયરસેફ્ટી મોકડ્રિલ, રેડક્રોસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, 108 એમ્બ્યુલન્સ સેવા, રોડસેફટી જેવા અવનેશના કાર્યક્રમો કરવામાં આવશે.
SCHOOL SAFETY WEEK-2025 : આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ BISAGના માધ્યમથી શાળાના બાળકોએ નિહાળ્યું હતું. ત્યારબાદ રાજપીપલા નગર પાલિકા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ લાગવાના સમયે તેમજ પુરના સમયે રાખવાની સામચેતી અને બચાવ કામગીરી અંગેના વિવિધ ડેમોસ્ટ્રેશનના માધ્યમથી જાણકારી આપી હતી. આ વેળાએ ગામના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન તડવી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીશ્રીઓ, શાળાના આચાર્યાશ્રી હંસાબેન પટેલ, ઇન્ચાર્જ C.R.C ધર્મેશભાઈ કાછીયા, ફાયર સેફટી વિભાગ અને ઈમરજન્સી વિભાગના કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા.
INDIAN SOCIOLOGIST