THE INDIAN SOCIOLOGIST

SURAT : માંડવી ખાતે નેશનલ હાઇવે નં. ૫૬ અને ૪૮ના પ્રશ્નો અંગે બેઠક યોજાઈ

SURAT : માંડવી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષ સ્થાને નેશનલ હાઇવે નં. ૫૬ અને ૪૮ના પ્રશ્નો અંગે બેઠક યોજાઈ


SURAT : બારડોલી સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં વાપીથી શામળાજી સુધી નેશનલ હાઇવે નં. ૫૬ના રસ્તાની સમસ્યાઓ અંગે માંડવી પ્રાંત કચેરી ખાતે બેઠક મળી હતી. બેઠકમાં નેશનલ હાઇવે નં.૫૬ને ભરૂચ પાસેથી પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.એચ.એ.આઈ. કેવડીયાને સુપરત કરવામાં આવ્યો. આ હસ્તાંતરણની પ્રક્રિયાને કારણે પેચવર્ક કરવામાં વિલંબ થયો છે. પરંતુ હસ્તાતરણની પ્રક્રિયા પૂર્ણ થતા ટૂંક સમયમાં ખાડા પુરવાનું કામ શરૂ થશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. ખાસ કરીને માંડવીના ગરેડિયા નાકાથી બિરસામુંડા સર્કલ સુધી ડિવાઇડર સહિતના માર્ગ માટે દરખાસ્ત કરવાની સૂચના આપવામાં આવી હતી. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નં. ૪૮ના પ્રશ્નો બાબતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ પ્રોજેક્ટ ડાયરેક્ટર (એન.એચ.એ.આઇ., સુરત) અને તેમની ટેકનિકલ ટીમ સાથે સાઇટ વિઝિટ કરી હતી.

SURAT : માંગરોલ તાલુકાના સાવા ઓવરબ્રિજ, નંદાવ, કોસંબા, કીમ ચાર રસ્તા, પીપોદરા, નવી પારડી, વલથાણ, ચલથાણ, કરણ/બલેશ્વર, અને સિસોદ્રા સુધીના સ્થળોની મુલાકાત લેવામાં આવી. વિઝિટ દરમિયાન સાંસદશ્રીએ લોકોની સમસ્યાઓને સાંભળી, પ્રજાને પડતી સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે અધિકારીઓને સુચનાઓ આપી હતી. ફુટ ઓવરબ્રિજ માટે દાદા ભગવાન મંદિર (કામરેજ), અંકડામુખી હનુમાન મંદિર (કડોદરા), કાલા ધોડા (પલસાણા) ખાતે કાર્ય ઝડપથી શરૂ કરવા જણાવ્યું હતું. બેઠકમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર (એન.એચ.એ.આઇ.), કેવડીયા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વડોદરાના અધિક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેર (ભરૂચ), નાયબ કાર્યપાલક ઇજનેર (માર્ગ અને મકાન, માંડવી), જમીન સંપાદન અધિકારી (સુરત), મામલતદાર (માંડવી), અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST