TAPI : આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એકવા કલ્ચર ઉકાઈ કેન્દ્ર દ્વારા તાપી નદીમાં મત્સ્ય બીજનું સંચય કરાયું
TAPI : માંડવીના તાપી રિવર ફ્રન્ટ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એકવા કલ્ચર ઉકાઈ કેન્દ્ર દ્વારા મત્સ્ય બીજ સંચય કરવામાં આવ્યું હતું. કામધેનુ યુનિવર્સિટી દ્વારા તાપી નદીમાં કુલ ૫૦૦૦ મત્સ્ય બિયારણ કટલા, રોહુ અને બ્રિગલ પ્રજાતીની માછલીઓનું બિયારણને તાપી નદીમાં મૂકવામાં આવ્યું હતું. જેથી માછીમારી કરતા માછીમારોને આજીવિકા મળી શકે અને તાપી નદીનું જૈવ પણ જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે તાપી નદીમાં માછલીઓનું બિયારણ મુકાયું હતું.
TAPI : આ પ્રસંગે મત્સ્ય વિભાગના અધિકારીઓ, કામધેનુ યુનિવર્સિટીના સ્ટાફ ગણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સરપંચશ્રીઓ, માછીમારી કરતા માછીમારો, માંડવી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.