THE INDIAN SOCIOLOGIST

BIRTHDAY CELEBRATION : અમેરિકા નિવાસી ડો. ધીરજભાઈ શાહ પોતાનો જન્મદિવસ માનવસેવાથી ઉજવશે

 BIRTHDAY CELEBRATION : અમેરિકા નિવાસી ડો. ધીરજભાઈ શાહ પોતાનો જન્મદિવસ માનવસેવાથી ઉજવશે


ભુજના અનુમોદના ટ્રસ્ટના માધ્યમથી ડો. ધીરજભાઈ શાહના સૌજન્યથી, માંડવીમાં રાહતભાવે કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરવાની જાહેરાતને માંડવીના સેવામંડળે આવકાર આપ્યો



મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી સેવાભાવી દિલેરદાતા ડો. ધીરજભાઈ હરિલાલભાઈ શાહ પોતાનો જન્મદિવસ માનવસેવાથી ઉજવશે.

ભુજના અનુમોદના ટ્રસ્ટના માધ્યમથી ડો. ધીરજભાઈ શાહના સૌજન્યથી, માંડવીમાં રાહતભાવે કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરવાની જાહેરાતને માંડવીમાં ૫૮ વર્ષથી કાર્યરત સંસ્થા સેવામંડળે આવકાર આપેલ છે.

ભુજના લક્ષ્મીકાંતભાઈ શાહ અને માંડવીના સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહના જણાવાયા મુજબ મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી સેવાભાવી ઉદારદિલ દાતા ડો. ધીરજભાઈ શાહનો જન્મદિવસ ૨૩મી મે ના છે. પરંતુ માંડવીના સેવામંડળના માધ્યમથી, હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીથી રાહત આપવા, ડો. ધીરજભાઈ શાહે માંડવીના જરૂરતમંદ ૫૦ (પચાસ) લોકોને સારી ક્વોલિટીના (એક ટેબલ પંખાના ૩૭૫૦/= રૂપિયા) ૫૦ (પચાસ) ટેબલપંખા અને દરેકને ૫૦૦ (પાંચસો) રૂપિયા રોકડા આપીને, જન્મદિવસની આગોતરી ઉજવણી ભુજના લક્ષ્મીકાંતભાઈ શાહ અને શ્રીમતી મેઘાબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં થોડા દિવસ પહેલા જ માંડવીમાં કરી હતી

ભુજના અનુમોદના ટ્રસ્ટ નજીકના સમયમાં જ, માંડવીમાં રાહતભાવે કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરશે.



Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST