જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા જૂન માસ દરમિયાન વિવિધ પ્રકારના સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા.
"સેવા અસ્માકમ પરમો ધર્મ"ને ચરિતાર્થ કરતા વિતેલા જૂન મહિના દરમિયાન જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા.
જેમાં પહેલી જૂને શિવશાંતિ ક્લિનિક તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા મહિલાઓને શુદ્ધ દેશી ઘીની સુખડી આપવામાં આવી હતી . જેના ભાગ્યશાળી દાતા સ્વ. વિમલેશભાઈ ગઢવી હસ્તે હાર્દિકભાઈ ગઢવી રહ્યા હતા. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ખાતે બાલ સેવા કેન્દ્ર ખાતે કુપોષિત બાળકોને ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના દાતા રજનીબા હિંમતસિંહ જાડેજા રહ્યા હતા.આ ઉપરાંત શહેરની જોગીવાસ ખાતે આવેલી આંગણવાડી કેન્દ્રના બાળકોને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં બાબાવાડી મેઘમંગલ સોસાયટી મધ્યે વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતોતેમજ સત્યનારાયણ મંદિર પાસે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્યશ્રી માનનીય અનિરુદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તેમની સાથે સોસાયટીના સર્વે પદાધિકારીઓ તેમજ રહેવાસીઓ જોડાયા હતા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના આવા સમાજ ઉપયોગી કાર્યને ધારાસભ્યશ્રીએ વિશેષ રૂપે બિરદાવી હતી.
21મી જૂન વિશ્વ યોગ દિવસના અનુસંધાને તાલુકા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત 21મી જૂને જાયન્ટ્સ ગ્રુપના માનનીય સભ્ય શ્રીમાન દિનેશભાઈ ના પુત્ર સ્વ. દીપની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના તરફથી તેમજ જાયન્ટ્સ ગ્રુપના ઉપપ્રમુખ હર્ષ ત્રિવેદીના સહયોગથી જાયન્ટસ ગ્રુપ ઓફ માંડવીના નેજા હેઠળ માંડવી પાંજરાપોળ ખાતે ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો હતો.
26 જુને સ્વ. પ્રભાવતીબેન પ્રભુદાસ પૈડા પરિવારના સૌજન્યથી તળાવવાળા નાકા પાસે મસ્તરામોને ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં આઇપીપી શ્રી પરેશભાઈ નો વિશેષ ફાળો રહ્યો હતો. આ ઉપરાંત 29 મી જુને મહિનાના છેલ્લા રવિવારે શિવ શાંતિ ક્લિનિક ખાતે મહિલાઓ માટે હિમોગ્લોબીન તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. માંડવીના જાણીતા તબીબ ડૉ.સંજયભાઈ કોઠારીએ સેવા આપી હતી.
અત્રે એ જણાવવાનું કે જાયન્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા દર મહિનાની પહેલી તારીખે શિવ શાંતિ ક્લિનિક તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા મહિલાઓને સુખડી વિતરણ નો પ્રોજેક્ટ તેમજ દર મહિનાના છેલ્લા રવિવારે મહિલાઓ માટે હિમોગ્લોબીન તપાસણીનો કેમ્પ છેલ્લા 20 વર્ષથી અવિરત પણે ચાલે છે આ હિમોગ્લોબીન કેમ્પના કાયમી દાતા સ્વર્ગસ્થ પ્રેમજી નારણ છભાડીયા પરિવારના સહયોગથી આ સેવાકીય પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આ ઉપરાંત ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની પરબ તેમજ ઓક્સિજન બેંક જેવા તેમજ જાયન્ટ્સ ઉપવન ખાતે વિવિધ પ્રકારના પર્યાવરણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
જાયન્સ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખ શ્રી હિંમતસિંહ જાડેજા, મંત્રી શ્રી યોગેશચંદ્ર ભટ્ટ ,યુનિટ ડાયરેક્ટર શ્રી યોગેશકુમાર મહેતા, ફેડરેશન વાઈસ પ્રેસિડેન્ટ શ્રી યોગેશભાઈ ત્રિવેદી, ઓફિસર શ્રી દીપકભાઈ સોની, એસએમઓ શ્રી રાજેશભાઈ સોની, આઈપીપી પરેશભાઈ સોની, ઉપ-પ્રમુખો શ્રી હર્ષ ત્રિવેદી તેમજ ભરતભાઈ ખજાનચી શ્રી પરેશભાઈ, અધેરા તેમજ પૂર્વ પ્રમુખો શ્રી શાંતિલાલભાઈ મલ્લિ,નરેન્દ્રભાઈ સુરુ, તેમજ અરવિંદભાઈ જેઠવા, પરીનભાઈ,પરાગભાઈ પરમાર ,મહેશભાઈજોશી, કૈલાશભાઈ ઓઝા,બલવંતસિંહ ઝાલા, પિયુષભાઈ પંચાલ, ડૉ.નીરજ પટેલ, ડૉ.દર્શક પટેલ, ડૉ.સંજય કોઠારી.ડૉ.રૂપેશ ગોર,ચેતનભાઇ જોશી, જીતેન્દ્ર સચદે, પૃથ્વીરાજસિંહ રાઠોડ, રણજીતસિંહ,નરેન્દ્રભાઈ સોની, પન્નુભાઈ દરજી અશોકભાઈ , ચંપકભાઈ,વગેરે સભ્યો સમયાંતરે ઉપસ્થિત રહીને આ સેવાયજ્ઞમાં પોતાની સેવાઓ આપેલી છે.