લંડન માં ગરબા માં પ્રથમ નંબર મેળવી કચ્છનું ગૌરવ વધારતી પ્રિશા પવાણી.
લંડન માં ગરબા માં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવવા પ્રિશા ભાગ્યશાળી બની. આ સ્પર્ધામાં કુલ 35 દેશોની કૃતિ રજૂ થઈ હતી.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેર ની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર-3 ના નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી પુષ્પાબેન શશીકાંતભાઈ ચંદે (ભીંડે) ની દોહિત્રી અને કચ્છ ના અર્ચનાબેન ચંદે, પવાણી ની તેજસ્વી સુપુત્રી પ્રિશા નિખિલભાઇ પવાણી હાલમાં મસ્કત માં રહે છે.
બર્મિંગહામ યુ.કે. (લંડન) માં તાજેતરમાં 16 જુલાઈ થી 21 મી જુલાઈ દરમિયાન ગ્લોબલ ડાન્સ ઓપન( જી.ડી.ઓ.) માં કુલ 35 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં મસ્કત- ઓમાન ના પ્રતિનિધિ તરીકે મૂળ કચ્છ ના પરંતુ હાલમાં મસ્કત નિવાસી પ્રિશા નિખિલભાઈ પવાણી એ ભાગ લીધો હતો.
પ્રિશા પવાણી એ આપણી સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ ને દર્શાવતો ગરબો રજૂ કરીને પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવવા ભાગ્યશાળી બની ને પ્રિશા પવાણી એ કચ્છ જિલ્લા નું ગૌરવ વધારેલ હોવાનું માંડવી ના રાજ્ય/ રાષ્ટ્રીય /સમાજ રત્ન એવોર્ડ વિજેતા તેમજ માંડવી ની જૈન નૂતન પ્રા શાળા નં.-3 ના પુર્વ આચાર્ય દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે ડાન્સ ટીચર નિખિલ સર, પ્રિશા ના માતા અર્ચનાબેન અને કોર્ડીનેટર દીપ્તિ મેડમ ઉપસ્થિત રહ્યા હતા.
મસ્કત ગુજરાતી સમાજ ના સ્થાપક ડૉ .ચંદ્રકાંતભાઈ ચોથાણી, મસ્કત ગુજરાતી સમાજ ના વર્તમાન પ્રમુખ અરવિંદભાઈ ટોપરાણી વગેરે પ્રિશા પવાણી અને તેની માતા અર્ચનાબેન અને પિતા નિખિલભાઇ પવાણી ને અભિનંદન પાઠવ્યા હતા.