THE INDIAN SOCIOLOGIST

ડોણ પ્રાથમિક શાળામાં એક પેડ મા કે નામ અંતર્ગત 1008 વૃક્ષોનું વાવેતર સાથે જતન કરાશે

શ્રી ડોણ પ્રાથમિક શાળામાં સ્વર્ગસ્થ નેમચંદ દામજી મારુંના સ્મરણાથે એક પેડ માં કે નામ અંતર્ગત 1008 વૃક્ષોનું વાવેતર સાથે જતન કરવાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો શાળાના દરેક બાળકને એક એક વૃક્ષ અને વાડી વિસ્તારના ખેડૂત મિત્રોને વાડીમાં લગાવવા માટે જરૂરિયાત હોય તેટલા વૃક્ષો આપવામાં આવ્યા .કાર્યક્રમમાં દાતા પરિવાર સરગસ્થ નેમચંદ ભાઈના ધર્મ પત્ની નવલબેન નેમચંદ મારુ તેમજ તેમની દીકરી શીતલ અને ચેતનભાઇ ભેદા એ હાજરી આપી હતી.
તદુપરાંત જીવદયા પ્રેમી  બુધિયા બાપાતેમજ મુંબઈ જૈન મહાજનના ટ્રસ્ટી કિરણભાઈ વીરા પ્રવીણભાઈ ગાલા ગામના સરપંચ શ્રી મંજુલાબેન મારુ  તેમજ ઉપસરપંચશ્રી અમીનાબેન અભૂભાઈ ચૌહાણ તથા પંચાયતના સભ્યો એસએમસી સભ્યો ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી .કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર એ કર્યું હતું દાતા પરિવારનો સન્માન ગામના સરપંચશ્રી ઉપસરપંચ શ્રી શાળાના આચાર્યશ્રીએ કર્યું હતું .જીવદયા પ્રેમી બુધિયા બાપા  નું સ્વાગત ડોણ જૈન મહાજન ના ટ્રસ્ટીક કિરણભાઈ વીરા એ કર્યું હતું .ર્એન્કરિંગ જીગ્નેશ ભાઈ માતંગ શાબ્દિક સ્વાગત મોહનભાઈ કટુઆ આભાર વિધિ સંધ્યાબેન ઠાકર તમામ વ્યવસ્થા અલ્પાબેન પટેલ મિતલબેન વ્યાસ નીરૂબેન પટેલ હિરેનભાઈ ગોસ્વામી મયુરીબેન દરજી એ શાળાના આચાર્યશ્રી હરીશભાઈ પટેલના નેજા હેઠળ સંભાળી હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST