૧૦૦ દિવસીય સ્પેશીયલ અવેરનેસ કમ એનરોલ્મેન્ટ ડ્રાઈવ અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી
ભુજની વિવિધ શાળા, જાહેર સ્થળ પર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા
ભારત સરકાર અને ગુજરાત સરકાર પુરસ્કૃત “મિશન શક્તિ” યોજના હેઠળ ૧૦૦ દિવસીય સ્પેશીયલ અવેરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઈવ અંતર્ગત ૦૪/૧૦/૨૦૨૪ સુધી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. કચ્છ જિલ્લા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – કચ્છની ટીમ દ્વારા ૧ જૂલાઇથી ૫ જૂલાઇ સુધી ભારતીય ન્યાય સંહિતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩, ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ના કાયદાઓમાં મહિલાઓ અને બાળકોને લઈને જે સુધારા કરવામાં આવેલા છે તેને ધ્યાને રાખીને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજના સ્લમ વિસ્તાર, મોમ્સ સ્કુલ ભુજ, મુસ્લિમ એજ્યુકેશન હાઇસ્કુલ- ભુજ, એસ.ટી. ડેપો ભુજ ખાતે કરવામાં આવ્યું હતું.
“સંકલ્પ” ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના ડીસ્ટ્રીક્ટ મિશન કો – ઓડીનેટરશ્રી ફોરમબેન વ્યાસે કાયદાના સુધારા બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, મહિલા અને પુરુષને સમાન વેતન મળશે, “માનસિક બીમાર” શબ્દને બદલે “ વિક્ષિપ્ત મગજ “ શબ્દ મુકવામાં આવ્યો છે તેમજ અન્ય સુધારા બાબતે માહિતી આપવામાં આવી હતી. જેન્ડર નિષ્ણાંતશ્રી ભરતભાઈ સોલંકી દ્વારા મહિલાલક્ષી યોજનાની માહિતી આપવામાં આવેલી હતી તથા મનસુખભાઈ ગ્રામભડીયા અને સ્પેશિયાલિસ્ટ ઇન ફાઇનાન્શિયલ લીટરસીશ્રી પૂજાબેન પરમાર દ્વારા સેફ ટચ અનસેફ ટચની માહિતી આપવામાં આવી હતી. તેમજ સાપ્તાહિક ઉજવણીના આયોજનમાં ભાવનાબેન, પ્રીતીબેન, હીનાબેન, મનીષાબેન અને આરતીબેન જોડાયા હતા. યોજનાકીય પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ હતુ.