Bhopal Gas Tragedy
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ/ભોપાલ ગેસ કાંડ
Bhopal Gas Tragedy ભારતમાં દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભોપાલ ગેસ કાંડના મૃતકોના શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટના વર્ષ 1984માં 2 અને 3 ડિસેમ્બરની રાત્રે શહેરમાં આવેલી યુનિયન કાર્બાઈડના કેમિકલ પ્લાન્ટમાંથી અન્ય રસાયણો સાથે મિથાઈલ આઈસોસાયનેટ (MIC) તરીકે ઓળખાતા ઝેરી રસાયણના લીકેજને કારણે થઈ હતી. અહેવાલો અનુસાર કંપનીમાંથી ઝેરી ગેસના લીકેજને કારણે 5,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જો કે પાછળથી મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભોપાલ ગેસ દુર્ઘટનામાં અસરગ્રસ્ત લગભગ 3,787 લોકો મૃત્યુ પામ્યા હતા. શરૂઆતના 72 કલાકમાં આશરે 8,000-10,000 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે પાછળથી ગેસ દુર્ઘટના સંબંધિત રોગોને કારણે લગભગ 25,000 લોકો મૃત્યુ પામ્યા હતા. ભોપાલ ગેસ કાંડને સમગ્ર દુનિયાના ઈતિહાસની સૌથી મોટી ઔદ્યોગિક પ્રદૂષણની આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે
આ પણ વાંચો : આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ
INDIAN SOCIOLOGIST