THE INDIAN SOCIOLOGIST

#MaharashtraCM : ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને સોંપાઇ મહારાષ્ટ્રની મોટી જવાબદારી, સંભાળશે આ પદભાર

 NEWS UPDATES

#MaharashtraCM :  ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને સોંપાઇ મહારાષ્ટ્રની મોટી જવાબદારી, સંભાળશે આ પદભાર



#MaharashtraCM :  ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જવાબદારી આપી છે. ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. ભાજપે આજે (2 ડિસેમ્બર) મહારાષ્ટ્રમાં બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ સાથે અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ મોટી જવાબદારી આપી છે

વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા


#MaharashtraCM : ભાજપે મહારાષ્ટ્રમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. વિજય રૂપાણી સાથે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. હવે ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે. મહારાષ્ટ્રના સીએમની હજુ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે

#MaharashtraCM : મહાયુતિને પ્રચંડ જીત મળી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને 236 બેઠકો મળી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો, શિવસેનાએ 51 બેઠકો અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 46 બેઠકો જીતી હતી. વિપક્ષી મહા વિકાસ આઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષમાં શિવસેનાએ સૌથી વધુ 20 બેઠકો, કોંગ્રેસે 16 બેઠકો અને શરદ પવારની NCP (SP) 10 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST