#NEWS UPDATE
માંડવીના સેવા મંડળ અને રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને હોમીયોપેથીક સારવાર કેમ્પનો ૯૮ લોકોએ લાભ લીધો
#NEWS UPDATE : માંડવીના શ્રી સેવા મંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આવેલા દવાખાનામાં તા. ૨૫-૧૧ ને સોમવારના રોજ યોજાયેલા સાતમા નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને હોમીયોપેથીક સારવારના કેમ્પનો માંડવી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુલ ૯૮ લોકોએ લાભ લીધો હતો. માંડવીના શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે મંછારામ બાપુના વાડામાં યોજાયેલા સાતમા નિઃશુલ્ક કેમ્પમાં ડો. મનોજભાઈ માકાણી, ડો. ઉષાબેન ભાણીયા અને રમિલાબેન માકાણીએ દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. તમામ ૯૮ દર્દીઓને એક મહિનાની હોમિયોપેથિક દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ નિઃશુલ્ક કેમ્પમાં માંડવીના શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તથા ટ્રસ્ટી મંડળના ચંદ્રશેનભાઈ શાહ, ભાગવતી પ્રસાદભાઈ મોથારાઈ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સેવા મંડળના સ્ટાફના દિપકભાઈ સોની, રોનિકાબેન અને રમેશભાઈ ઓધવાણી પણ સહયોગી રહ્યા હતા.
આ પણ વાંચો : વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે આહવામાં ઈ - રીક્ષા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
INDIAN SOCIOLOGIST