THE INDIAN SOCIOLOGIST

વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે આહવામાં ઈ - રીક્ષા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

# NEWS UPDATES

વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે આહવામાં ઈ - રીક્ષા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો 


આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં કુલ ૧૭ ઈ - રીક્ષાઓનું લોકાર્પણ કરાયું 



રિપોર્ટ : અમરનાથ જગતાપ ( ડાંગ )


# NEWS UPDATES  આહવા: તા: ૨: કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતમાં કુલ ૧૭ ઈ - રીક્ષાઓનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રંસગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાનો છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્વછતા જાળવવા ઈ -રીક્ષાઓ પંચાયતને આપવામાં આવી છે. તેથી તમામ લોકો સ્વછતા બાબતે જાગૃત બની ઈ - રીક્ષાનો ઉપયોગ કરે તે હિતાવહ છે.
વધુમાં આજે લોકાર્પણ થઈ રહેલી ઈ -રીક્ષાના ઉપયોગ અને તે અંગેની ચર્ચા ગ્રામજનો સાથે કરવામાં આવે તે માટે શ્રી વિજયભાઈ પટેલે સરપંચશ્રીઓને અનુરોધ કર્યો હતો. સાથે જ સરપંચ તરીકે પોતાની ફરજ નિભાવી  ગામમા વીજળી પાણીની સુવિધા છે કે નહીં તે અંગે વ્યવસ્થા ઉભી કરવી તેમજ ગામમાં સ્વછતા બાબતે ધ્યાન આપી વિકાસકીય નાના-મોટા કામોનું એક્શન પ્લાન બનાવી ગ્રામ પંચાયતને આદર્શ ગ્રામ પંચાયત બનાવવાની અપીલ પણ સરપંચશ્રીઓને કરવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારત શૌચાલય મુક્ત બનાવવાની પહેલ કરી છે ત્યારે આપણો જિલ્લો પણ સ્વછતા શૌચાલય મુક્ત બની રહે તે માટે સ્વછતા અભિયાનમાં જોડાવા લોકોને અનુરોધ કર્યો હતો.

તેમજ આજે આહવા તાલુકામાં લોકાર્પણ થયેલ ઈ- રીક્ષાઓ ગ્રામ પંચાયતનું ઘરેણું છે જે સ્વછતા બાબતે વધુ ઉપયોગી થશે તેમ શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું. 

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને જણાવ્યું હતું કે, જિલ્લાના આહવા તાલુકામાં – ૧૭, સુબીર તાલુકામાં – ૧૧ અને વઘઈ તાલુકામાં – ૧૧ કુલ ૩૯ ઈ-રીક્ષાની ખરીદી કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં કુલ ૧૭ ઈ-રીક્ષા લોકાર્પણ કરવામાં આવી છે. જેમાં આહવા, શામગહાન, ગલકુંડ, પિંપરી, ગાઢવી, દિવાનટેબરુન, ચિંચલી, ભવાનદગડ, ચિકટિયા, ગોટીયામાળ, માલેગામ, બોરખલ, ધવલીદોડ ગામમાં ઈ - રીક્ષાની ફાળવણી કરવામાં આવી છે. 

આહવા ખાતે આયોજિત કાર્યક્રમમાં ૫ લાભાર્થીઓને શૌચાલયના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ-૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે અનુસંધાને ગામના તમામ જાહેર જગ્યાઓ દેખીતી રીતે સ્વચ્છ દેખાય તે માટે ઘેર ઘેરથી નીકળતો સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા તેમજ ગામોમાં ભરાતા હાટ બજારમાંથી નીકળતા કચરાના નિકાલ કરવા માટે વધુ ઘરો ધરાવતી ગ્રામ પંચાયતો માટે વાહનોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લામાં ઈ - રીક્ષાની ફાળવણી કરવામાં આવી છે. 

આ પ્રંસગે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બાગુલ, જિલ્લા સદસ્ય શ્રીમતી નિલમબેન ચૌધરી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઈ ભોયે, ઉપ સરપંચ શ્રી હરિરામ સાવંત સહિતના પદાધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, હિસાબી અધિકારી શ્રી આર. બી. ચૌધરી સહિત ના અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 આ પણ વાંચો :

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST