માંડવી માં 76 મો પ્રજાસત્તાક દિન આન ,બાન અને શાનથી ઉજવાશે.
26th JANUARY : જૈન નૂતન પ્રાથમિક શાળા -માંડવી
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર -3 માં, 26 જાન્યુઆરીના રોજ 76 મો પ્રજાસત્તાક દિન આન, બાન અને શાન થી ઉજવાશે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ પદે, શાળાના પટાંગણમાં," દીકરી ના પ્રણામ, દેશને નામ" કાર્યક્રમ અંતર્ગત શાળા ની પૂર્વ વિદ્યાર્થીની, બાળરોગ નિષ્ણાંત (પીડિયા) ડૉ. વેણુ મુકેશભાઈ વાસાણી ના વરદ હસ્તે 26 જાન્યુઆરીના સવારના 9 : 45 કલાકે ધ્વજવંદન થશે. આ પ્રસંગે શાળાના બાળકો દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.આ ઉપરાંત જ્ઞાનસેતુ પરીક્ષામાં રાજ્યકક્ષાએ મેરીટમાં આવનાર શાળાના ચાર વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. આ પ્રસંગે શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, નિશાંત ભાઈ શાહ,એસ.એમ.સી .અધ્યક્ષા શ્રીમતી કુંજલબેન શાહ, નગરસેવક પારસભાઈ સંઘવી વગેરે ઉપસ્થિત રહેનાર હોવાનું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ જણાવ્યું હતું.
26th JANUARY : ખલ્ફાનભાઈ દામાણી પ્રા. શાળા- માંડવી.
માંડવીના બંદર રોડ ઉપર આવેલી,જિલ્લા પંચાયત સંચાલિત, ખલ્ફાનભાઈ દામાણી પ્રા.શાળાના પટાંગણમાં, તા. 26/ 1 ના સવારના 9:00 કલાકે, શાળાની દિવ્યાંગ કન્યા સાહિસ્તા બાનુ અસગરઅલી છુછીયા અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના હસ્તે ધ્વજવંદન થશે.આ પ્રસંગે માંડવીના ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ, માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈન, શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ જીતેન્દ્રભાઈ સોની અને એસ.એમ.સી.ઞના પ્રમુખ અને સભ્યો વગેરે ઉપસ્થિત રહેનાર હોવાનું શાળાના આચાર્ય વસંતભાઈ કોચરા એ જણાવ્યું હતું
26th JANUARY : રતનશી મૂળજી કન્યાશાળા - માંડવી
જિલ્લા પંચાયત સંચાલિત, રતનશી મૂળજી કન્યાશાળામાં તા. 26 /1 ના સવારના 9:00 કલાકે નિકહત જુણેજા અને માંડવી જાયન્ટસ ગ્રુપના નવનિયુક્ત પ્રમુખ હિંમતસિંહ જાડેજા ના હસ્તે ધ્વજવંદન થનાર હોવાનું શાળાના આચાર્ય બળવંતસિંહ ઝાલાએ જણાવ્યું હતું
આ પણ વાંચો : TRANSPORTATION : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ
INDIAN SOCIOLOGIST