BARDOLI : બારડોલી તાલુકાના ઝરીમોરા ગામે નરેગા યોજના હેઠળ રૂ.૧૬.૮૮ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
BARDOLI : આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બારડોલી તાલુકાના ઝરીમોરા ગામે નરેગા યોજના હેઠળ રૂ.૧૬.૮૮ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ઝરીમોરા પંચાયતના મકાનનું નિર્માણ નરેગા યોજના હેઠળ સંભવત: પ્રથમ બનાવવામાં આવ્યું છે. મકાનમાં ફર્નિચર સાથેનું ભવન સાકાર થયું છે. ગામમાં સૌ સાથે મળીને રહીશું તો જ ગામનો વિકાસ ઝડપી બનશે. આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરિફ બને તે માટે સૌના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ માટે ઝરીમોરા ગામ પણ વિકસિત ગામ બને તેવા સામૂહિક પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સરપંચ ઉષાબેન, અગ્રણીઓ અર્જુનભાઈ, અશ્વિનભાઈ, રમણભાઈ, સુરેશભાઈ, નગીનભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
INDIAN SOCIOLOGIST