THE INDIAN SOCIOLOGIST

PROPERTY EXPO. : વાપીમાં ક્રેડાઈ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી એકસ્પોનું રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદઘાટન કરાયુ

PROPERTY EXPO. : વાપીમાં ક્રેડાઈ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી એકસ્પોનું રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદઘાટન કરાયુ


  • ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે ઘર મળી તે માટે ક્રેડાઈના મેમ્બરોની સેવા અભિનંદનને પાત્ર છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

  • વાપી મહાનગરપાલિકા બનતા સમગ્ર એશિયામાં વાપી સુંદર નગર બનશે તેવુ આયોજન કરાશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

  • સમગ્ર દેશમાં પાંચ શહેર પૈકી સુરતને ગ્રોથ હબ બનાવવાના નિર્ણયથી ઉમરગામથી ભરૂચના વિકાસને વેગ મળશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

  • કુલ પાંચ ડોમમાં ૨૨ બિલ્ડરોના અંદાજે ૨૦૦ પ્રોજેક્ટના સ્ટોલ ખુલ્લા મુકવામાં આવ્યા

PROPERTY EXPO. : વાપી, વલસાડ અને સેલવાસ ક્રેડાઈ દ્વારા વાપીના વીઆઈએ ગ્રાઉન્ડ પર તા. ૩, ૪ અને ૫ જાન્યુ. ના રોજ આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પો- ૨૦૨૫નું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કુલ પાંચ ડોમમાં વલસાડ, વાપી, દમણ અને સેલવાસના કુલ ૨૨ બિલ્ડરોના અંદાજે ૨૦૦ પ્રોજેક્ટના સ્ટોલ લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આપણે સૌ સાથે મળી વાપીનો વિકાસ કરી રહ્યા છે, જેથી જે પણ ઉપલબ્ધિ મળે છે તે આપણા બધાની છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે ઘર મળી તે માટે ક્રેડાઈના મેમ્બરો સુંદર સેવા આપી રહ્યા છે. જે બદલ સમગ્ર એસોસિએશન અભિનંદનને પાત્ર છે.

PROPERTY EXPO. : વાપી મહાનગરપાલિકા બનતા આસપાસના ગામોમાં રોડ, ગટર અને પાણી સહિતના અનેક પ્રશ્નનો ઉકેલ આવશે. વાપીને મનપા બનાવવા માટે સહકાર આપનાર તમામ ગામોના સરપંચો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરૂ છું. આ તબક્કે ચોક્કસ ખાતરી આપુ છું કે, આ ગામોનો વધુમાં વધુ વિકાસ કરીશું. જિલ્લા વહીવટી તંત્ર સાથે મળી આપણે સૌ વાપીના વિકાસ માટે સુંદર આયોજન કરી સમગ્ર એશિયામાં વાપીને સુંદર નગર બનાવીશુ. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે સુરતને ગ્રોથ હબ બનાવવાનો નિર્ણય લઈ રોડ મેપ તૈયાર કર્યો છે. ભરૂચથી લઈને ઉમરગામ સુધીનો સમગ્ર વિસ્તારને વિકસાવાશે. વાપીના ડુંગરા ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવી રહ્યુ છે જેથી વિકાસને વધુ વેગ મળશે. સમગ્ર ભારતમાં પાંચ શહેરની પસંદગી થઈ છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર સુરતની પસંદગી થઈ છે જે આપણા સૌ માટે ખુશીની વાત ગણાય છે.

PROPERTY EXPO. : વાપી ક્રેડાઈના પ્રમુખ બીપીન વાણીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ઘણા સમયથી વાપીમાં પ્રોપર્ટી એક્સ્પોના આયોજન અંગે તૈયારી ચાલતી હતી. આપણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનું વાપી વિશે મોટું વિઝન છે, ગુજરાતના નકશામાં વાપી હંમેશા ઝળહળતું રહે તે માટે તેઓ અવિરત કામગીરી કરી રહ્યા છે. આ એક્સ્પોમાં ૨૫ ગૃપે ભાગ લીધો હતો. અહીં લોકોને પોતાના સપનાનું ઘર મળી રહેશે. વાપી ક્રેડાઈના ઉપપ્રમુખ હિતેશ ફળદુએ પ્રાસંગિક પ્રવચનમાં વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા બદલ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વાપી ક્રેડાઈ દ્વારા મંત્રીશ્રીનું મોમેન્ટો સાથે ઉષ્માભેર બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, વલસાડ ક્રેડાઈના પ્રમુખ અશોક મંગે, વાપી ક્રેડાઈના ચેરમેન એલ.એન.ગર્ગ, ક્રેડાઈ યુથ વિંગના સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર હેમંત વાણીયા, સતિષભાઈ, મિલનભાઈ દેસાઈ, યોગેશભાઈ કાબરીયા, જયંત છેડા, નવી મુંબઇ ક્રેડાઈના પ્રમુખ વસંતભાઈ ભદ્રા, સેલવાસ ક્રેડાઈના પ્રમુખ અમિત અગ્રવાલ, લીલાધર ભાનુશાલી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ જગદીશભાઈ ભાટુએ કરી હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST