CRIME : મકડાની સીમમાં જમીનમાં દટાયેલો દારૂનો જથ્થો જપ્ત
CRIME : માંડવી તાલુકાના મકડા ગામની સીમમાં જમીનમાં ખાડો ખોદીને દટાયેલો પપ બોટલ શરાબ કિં. રૂા. 39,484નો જથ્થો પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડયો હતો. જો કે, જથ્થો છુપાવનારો આરોપી જટુભા ભારમલજી જાડેજા હાજર મળી આવ્યો નહોતો. પોલીસે આપેલી માહિતી મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મકડા ગામની સીમમાં આવેલી પવનચક્કી પાસે જમીનમાં ખાડો ખોદી તેમાં લોખંડની ટાંકીની અંદર ગેરકાયદે રખાયેલો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે ગઢશીશા પોલીસને સોંપવામાં આવ્યો હતો અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા.
CRIME : આ કામગીરીમાં પીઆઈ એસ.એન. ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, હેડ કોન્સ્ટેબલ સૂરજભાઈ વેગડા અને મૂળરાજભાઈ ગઢવી જોડાયા હતા.
INDIAN SOCIOLOGIST