NOTARY : ભારત સરકારે માંડવીના એડવોકેટ દીપકભાઈ પ્રભુલાલ સોની ને 'નોટરી "તરીકે તાજેતરમાં નિયુક્ત કર્યા છે.
NOTARY : દીપકભાઈ સોની છેલ્લા ૨૧ (એકવીસ) વર્ષથી વકીલાત ક્ષેત્રે કાર્ય કરે છે. તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની બેંકો જેવી કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ ઇન્ડિયા,બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા,યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના "પેનલ એડવોકેટ" તરીકે કામગીરી કરી રહ્યા છે.
NOTARY : દીપકભાઈ સોની ગિરનારા પરજીયા સોની જ્ઞાતિના પ્રમુખ, યંગ જાયન્ટસ ડિવિઝન ના ઓફિસર તરીકે સમગ્ર ગુજરાત રાજ્યની જવાબદારી સંભાળી રહ્યા છે.આ ઉપરાંત જાયન્ટસ ગ્રુપ ઓફ માંડવીના પૂર્વ પ્રમુખ, ભારત વિકાસ પરિષદ માંડવીના પૂર્વ મંત્રી અને ઉપપ્રમુખ, પેટા લીગલ વોલિન્ટર ,બાર કાઉન્સિલર ઓફ ગુજરાત ના સભ્ય તરીકે કામગીરી કરેલ છે.
NOTARY : ભારત સરકારે દીપકભાઈ સોનીને "નોટરી" તરીકે નિયુક્ત કરતાં તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા. શ્રી દિપકભાઈ સોની ને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.
INDIAN SOCIOLOGIST