THE INDIAN SOCIOLOGIST

DANG : ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

DANG : ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ


DANG : જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે જિલ્લાના વહીવટી તંત્રને સંવેદનશીલતા સાથે, નિયત સમય મર્યાદામાં જવાબ રજૂ કરવા બાબતે માર્ગદર્શન આપતા, ડાંગના ઈન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ, પ્રજા પ્રતિનિધિઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે જરૂરી છે તેમ કહયું હતું. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિના બેઠકમાં ભાગ-૧ની ચર્ચા કરતાં, ઈન્ચાર્જ કલેક્ટરશ્રીએ સ્વૈચ્છિક સંસ્થાના રજુ થયેલા પ્રશ્ન અંગે પણ પ્રકાશ પાડ્યો હતો. દરમિયાન જિલ્લાની આરોગ્યની અને શિક્ષણની સ્થિતિ, એસ્પિરેશનલ બ્લોક-સુબીર, ખુલ્લા બોરવેલ, સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો, CM ડેશબોર્ડ અને PG પોર્ટલની અરજીઓ, સહિત ભાગ-૨ના નિયમિત મુદ્દાઓની પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

DANG : શ્રેણીબદ્ધ બેઠકોના દૌર વચ્ચે યોજાયેલી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.બી.તબીયાર, નાયબ કલેક્ટર શ્રી મેહુલ ખાંટ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ, ACF સુશ્રી આરતી ભાભોર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, અને સંકલન અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. જિલ્લા સંકલન સમિતિની બેઠકની સાથે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી કમિટી, ટ્રાફિક સલાહકાર સમિતિ, ધાર્મિક દબાણ, બોગસ દસ્તાવેજો અને લેન્ડ ગ્રેબિંગ, ઈઝ ઓફ ડુઈંગ, ઘન કચરાનું વ્યવસ્થાપન જેવા શ્રેણીબધ્ધ બેઠકોમાં શ્રી બી.બી.ચૌધરીએ ઉચિત અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST