દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે અમીરાત નવુ એરક્રાફ્ટ A350 શરૂ કરશે
DUBAI : દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે અમીરાત નવુ એરક્રાફ્ટ A350 શરૂ કરશે
દુબઇ : યુએઈની અગ્રણી એર કેરિયર અમીરાતે ભારતના બે મેટ્રો શહેરો મુંબઈ અને અમદાવાદમાં એરબસ એ350-900 લોન્ચ કરી છે. છેલ્લા ઘણા મહિનાથી વિલંબ બાદ આ સેવાઓ 26 જાન્યુઆરી, 2025થી શરૂ થશે. મુંબઈ અને અમદાવાદમાં જૂના બોઈંગ 777-200LRના સ્થાને હવે એડવાન્સ ટેક્નોલોજી, પેસેન્જર કમ્ફર્ટ, અને ફ્યુલ એફિશિયન્સી માટે જાણીતી એ350-900 ઉડાન ભરશે. અમીરાત મુંબઈ અને અમદાવાદમાં રોજની અનેક ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. હાલ, મુંબઈ ભારતમાં અમીરાતનું સૌથી મોટુ સ્ટેશન છે.
મુંબઈમાં એરબસ 350-900ની પાંચ ફ્લાઈટ ઓપરેટ થશે
મુંબઈમાં અમીરાત રોજની પાંચ ફ્લાઈટ ઓપરેટ કરે છે. જેમાં બોઈંગ 777-300ER/777-200LRની ચાર ફ્લાઈટ અને વિશ્વનું સૌથી મોટુ પેસેન્જર એરક્રાફ્ટ-એરબસ A380-800ની એક ફ્લાઈટ સામેલ છે. હવે 26 જાન્યુઆરી, 2025થી અમીરાતે શરૂ કરેલું બ્રાન્ડ ન્યૂ A350-900 એરક્રાફ્ટ 777-200LR ના સ્થાને EK 502/503 પર ઓપરેટ થશે.
A350-900 એરક્રાફ્ટનો સમય
EK 502 ફ્લાઈટ દુબઈના સ્થાનિક સમય બપોરના 1.15 વાગ્યે ઉડાન ભરશે, જે સાંજે 5.50 વાગ્યે મુંબઈ પહોંચશે. રિટર્ન ફ્લાઈટ EK 503 મુંબઈમાંથી સાંજે 7.20 વાગ્યે ઉડાન ભરશે, જે દુબઈમાં સ્થાનિક સમય રાત્રે 9.05 વાગ્યે પહોંચશે.
DUBAI : અમદાવાદથી અઢી કલાકમાં દુબઈ પહોંચાડશે
અમીરાત અમદાવાદમાં સાપ્તાહિક 9x ફ્લાઈટ ઓપરેટ કરે છે. જેમાં હાલ બોઈંગ 777-200LRs દ્વારા સંચાલિત EK 538/539 ફ્લાઈટ ઉપલબ્ધ છે. અન્ય 2x વિકલી ફ્લાઈટ બોઈંગ 777-300ER/777-200LR ઓપરેટ થાય છે. 26 જાન્યુઆરી, 2025થી એ350-900 સાથે EK 538/539ને રિપ્લેસ કરવામાં આવશે. જ્યારે અન્ય 2x વિકલી ફ્લાઈટ શનિવાર અને રવિવારે 777-300ER/777-200LR પર ઓપરેટ થશે. દુબઈ EK 538 ફ્લાઈટ સ્થાનિક સમયાનુસાર, દુબઈથી રાત્રે 10.50 વાગ્યે ઉડાન ભરશે, જે અમદાવાદમાં મોડી રાત્રે 2.55 વાગ્યે ઉતરાણ કરશે. જ્યારે અમદાવાદથી દુબઈ 2.20 કલાકમાં પહોંચાડશે. અમદાવાદમાં વહેલી સવારે 4.25 વાગ્યે ઉડાન ભરશે અને દુબઈમાં વહેલી સવારે 6.15 વાગ્યે ઉતરાણ કરશે.
DUBAI : અમદાવાદમાં અમીરાતની પ્રથમ પ્રીમિયમ ઈકોનોમી ફ્લાઈટ
અમદાવાદમાં અમીરાતના A350-900 એરક્રાફ્ટ સાથે કંપનીની પ્રથમ પ્રીમિયમ ઈકોનોમી પ્રોડક્ટ સંચાલિત થશે. 312 પેસેન્જરની ક્ષમતા ધરાવતા એરક્રાફ્ટમાં 32 સીટ બિઝનેસ ક્લાસની અને 21 સીટ પ્રીમિયમ ઈકોનોમી ક્લાસની છે. જ્યારે 259 સીટ ઈકોનોમી ક્લાસ છે. એરબસ A350-900 એ વૈશ્વિક સ્તરે સૌથી વિશાળ અને એડવાન્સ એરક્રાફ્ટ પૈકી એક છે. જેના અદ્યતન ફીચર્સ પેસેન્જર્સના કમ્ફર્ટ અને ઓપરેશનલ અસરકારકતામાં વધારો કરે છે. તદુપરાંત જૂના એરક્રાફ્ટની તુલનાએ ફ્યુલના વપરાશ અને કાર્બન ઉત્સર્જનમાં 25 ટકા સુધીનો ઘટાડો કરે છે.