FOREST ENVIRONMENT MINISTER : વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના મીંઢી ગામે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર અને પ્રદર્શન યોજાયું
પશુપાલનના વ્યવસાયે ખેતી પરની નિર્ભરતા ઘટાડી છે. ઓલપાડ તાલુકો ખેતી સાથે પશુપાલનમાં અગ્રેસર: તાલુકામાં વર્ષે ૨૩૦ લાખ લીટર દૂધ વિવિધ દૂધમંડળીઓમાં ભરવામાં આવે છે :- વનમંત્રી મુકેશભાઇ પટેલ
પશુપાલકો-ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટે માર્ગદર્શન મેળવ્યું
FOREST ENVIRONMENT MINISTER : ઓલપાડ તાલુકાના મીંઢી ગામે સોંદલાખારા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ સહકારી મંડળી લિ.ના સહયોગથી જિલ્લા પંચાયત પશુપાલન શાખા અને ઓલપાડ પશુ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર અને પ્રદર્શન યોજાયું હતું.
FOREST ENVIRONMENT MINISTER : શિબિરમાં મોટી સંખ્યામાં પશુપાલકો-ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટે માર્ગદર્શન મેળવ્યું હતું. વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેના મુખ્ય ચાર આધાર સ્તંભ એવા પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુપોષણ અને માવજત સહિતના મુદ્દે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. મંત્રીના હસ્તે લાભાર્થી પશુપાલકોને પાવરડ્રીવન ચાફકટરનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે વનમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકો ખેતી સાથે પશુપાલનમાં અગ્રેસર છે. ઓલપાડ તાલુકામાં વર્ષે ૨૩૦ લાખ લીટર દૂધ વિવિધ દૂધમંડળીઓમાં ભરવામાં આવે છે. સુમુલ ડેરીમાં સુરત જિલ્લાના પશુપાલકો પ્રતિદિન ૧૭ થી ૧૮ લાખ લીટર દૂધ ભરે છે. ખેતીની ઓછી જમીન હોવા છતાં પશુપાલન થકી સ્વમાનભેર જીવન જીવી શકાય છે.
FOREST ENVIRONMENT MINISTER : પશુપાલનના વ્યવસાયે ખેતી પરની નિર્ભરતા ઘટાડી છે. મંત્રીશ્રીએ કહ્યું કે, પશુપાલન વ્યવસાયને એક માત્ર પૂરક વ્યવસાય તરીકે નહીં, પણ વ્યવસાય બને તેવા સુદ્રઢ પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે. જેના ભાગરૂપે શિક્ષિત યુવાનો પણ આ વ્યવસાયમાં જોડાઈ રહ્યા છે. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે પશુપાલકોને અનુરોધ કર્યો હતો. તેમણે સુમુલ ડેરી. પશુ દવાખાના અને સહકારી મંડળીઓના સહયોગથી અવારનવાર નિ:શુલ્ક પશુઆરોગ્ય કેમ્પો યોજવામાં આવે છે, ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા દુધાળા પશુ ખરીદવા માટે પશુ દીઠ રૂ.૧૦ હજારની સબસિડી મળે છે જેનો બહોળો લાભ લેવા જણાવ્યું હતું. રસ્તે રખડતા પશુઓથી જીવલેણ અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ બાળકો, નાગરિકો તેનો ભોગ બનતા હોવાનું જણાવી મંત્રીશ્રીએ પોતાના પાલતું પશુઓને રસ્તે રઝળતા ન મૂકવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે પશુઓના આરોગ્ય ની જાળવણી અને પોતાના પશુઓને દવાખાના સુધી લાવવા-લઈ જવામાં પશુપાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અમલી બનાવેલી નિ:શુલ્ક ૧૯૬૨ પશુ હેલ્પલાઇન સેવાનો ઉલ્લેખ કર્યો હતો. આ વેળાએ મંત્રીશ્રી પશુપાલકો સાથે સંવાદ કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા.
FOREST ENVIRONMENT MINISTER : આ પ્રસંગે તા.પં.પ્રમુખ નીતાબેન પટેલ, સોંદલાખારા સહકારી મંડળીના પ્રમુખ વસંતભાઈ, અગ્રણી નિલેશ તડવી, અશોક રાઠોડ, સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ, અગ્રણીઓ કિશોર રાઠોડ, હેમુ પાઠક, જિગ્નેશ પટેલ, સરપંચ મહેશભાઈ તથા નાયબ પશુપાલન નિયામક મયુર ભીમાણી, પશુપાલન શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા
આ પણ વાંચો : CRIME : આડેસરનાં મંદિરમાંથી છ લાખની તફડંચી
INDIAN SOCIOLOGIST