GRAMPANCHAYAT : ઓલપાડ તાલુકાના મીંઢી ગામે રૂ.૧૭ લાખના ખર્ચે ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ
ઓલપાડ તાલુકાના પાંચ ગામોને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનું આયોજન: વનમંત્રી મુકેશભાઇ પટેલ
GRAMPANCHAYAT : ઓલપાડ તાલુકાના મીંઢી ગામે રૂ.૧૭ લાખના ખર્ચે ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન ઓલપાડ તાલુકામાં વ્યાપક બન્યું છે. ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત્તિ પણ આવી રહી છે. ઓલપાડ તાલુકાના પાંચ ગામોને પ્લાસ્ટિકમુક્ત બને એ દિશામાં આયોજન છે. જેમાં પ્લાસ્ટિકમુક્ત પ્રત્યેક ગામને સ્વચ્છતાની જાળવણી અને અન્ય સુવિધા માટે વિશેષ ગ્રાન્ટ આપવાનું કાર્ય ધરવામાં આવશે. ગ્રામ પંચાયતનું નવું મકાન બને એવી મીંઢીના ગ્રામજનોની માંગણીને ઝડપભેર પૂર્ણ કરી છે. આ પ્રસંગે તા.પં.પ્રમુખ નીતાબેન પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ, અગ્રણીઓ કિશોર રાઠોડ, હેમુ પાઠક, જિગ્નેશ પટેલ, સરપંચ મહેશભાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા