THE INDIAN SOCIOLOGIST

GAYATRI MAHA YAGNA : સુપ્રસિધ્ધ હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરીને આશીર્વાદ લેતા કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર

GAYATRI MAHA YAGNA : સુપ્રસિધ્ધ હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરીને રાજપીપલા જીન કમ્પાઉન્ડ ખાતે ૧૦૮ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ કેમ્પની મુલાકાત કરીને ગાયત્રી પરિવારના અગ્રણીઓ ભાવીકોને ભાવવંદના કરી પ્રણામ કરી વડીલોના આશીર્વાદ લેતા કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર


GAYATRI MAHA YAGNA : આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે રાજપીપળા સ્થિત સુપ્રસિધ્ધ હરસિધ્ધિ માતાના મંદિરે સવારે ૭ : ૦૦ કલાકે સુપ્રભાતે દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતાં અને મંદિરની બાજુમાં આવેલા જીન કમ્પાઉન્ડ ખાતે ૧૦૮ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞની મુલાકાત કરીને ભાવિકોને ભાવવંદના કરીને પ્રણામ કર્યા હતાં સાથે ગાયત્રી પરિવારના અગ્રણીઓ અને માતા-બહેનો, યુવાનોને હેતથી મળીને મુલાકાત લીધી હતી અને ગાયત્રી પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતાં. ત્યારબાદ મંત્રીશ્રી ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે કન્યા છાત્રાલય અને સ્કૂલ બિલ્ડીંગના ખાતમૂહર્તના કાર્યક્રમમાં જવા રવાના થયા હતાં.

GAYATRI MAHA YAGNA :  રાજપીપળા ખાતે તા. ૨૨ થી ૨૫ મી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યજ્ઞનો લાભ લઇ રહ્યા છે સાથે મહિલા સંમેલન તથા પ્રદર્શની-પ્રવચન પણ દિવસ દરમ્યાન યોજવામાં આવે છે. યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપીને સ્વસ્થ સમાજના નિર્માણ માટેનું ઉમદા કાર્ય આ કાર્યક્રમના માધ્યમ થકી કરવામાં આવી રહ્યું છે. નર્મદા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર નેજા હેઠળ માર્ગદર્શન-આશીર્વાદ થકી ૧૦૮ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેને લોકો દ્વારા પણ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે કોઈપણ જાતના ભેદભાવ વગર આ કાર્યક્રમમાં લોકો જોડાઇ શકે છે તેવી શ્રદ્વેયા શૈલ જીજી અને શ્રદ્વેય ડૉ. પ્રણવ પંડ્યાજી દ્વારા જાહેર અપિલ કરવામાં આવી છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST