THE INDIAN SOCIOLOGIST

GIANTS MANDVI : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીને છ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ એવોર્ડ એનાયત થયા.

GIANTS MANDVI : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીને છ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ એવોર્ડ એનાયત થયા.


GIANTS MANDVI : ઇન્ટરનેશનલ કન્વેન્શન ગાંધીધામ ખાતે સમગ્ર ભારત વર્ષ માંથી 550 થી વધુ ગ્રુપોનું વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું. વર્લ્ડ ચેર પર્સન સાઇના એન.સી. ની અધ્યક્ષતામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરેલ ગ્રુપો તથા મેમ્બરોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા જેમાં માંડવી ગ્રુપને જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી નો એવોર્ડ, વર્ષ દરમિયાન કુપોષિત બાળકો નો પ્રોજેક્ટ સુખડી વિતરણ ઓક્સિજન બેંક હિમોગ્લોબિન તપાસણી કેમ્પ શાળાઓમાં શૈક્ષણિક કીટ વિતરણ અબોલા જીવો માટે નો પ્રોજેક્ટ ને ધ્યાનમાં રાખીને બેસ્ટ સર્વિસ પ્રોજેક્ટ ઓફ ધ યીઅર નો એવોર્ડ આઉટ સ્ટેન્ડિંગ મેમ્બર તરીકે પરિનભાઈ વાંઝા, આઉટ સ્ટેન્ડિંગ મંત્રી તરીકે હર્ષભાઈ ત્રિવેદી તથા આઉટ સ્ટેન્ડિંગ પ્રમુખ તરીકે પરેશભાઈ સોની ને ઇન્ટરનેશનલ એવોર્ડ ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન પીસી જોશી નુરૂદ્દીનભાઈ સેવાલાના હસ્તે એનાયત થયો હતો.

GIANTS MANDVI : સમગ્ર એવોર્ડ બીડિંગ માટે યુનિટ ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ મહેતાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. છેલ્લા સાત વર્ષથી અવિરતપણે શ્રેષ્ઠ કામગીરી માટે સમગ્ર ટીમને ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થાય છે જે માંડવી ગ્રુપ માટે ગૌરવ સમાન છે. આ એવોર્ડ મળ્યા બદલ ફેડરેશન પ્રમુખ કેતનભાઇ રોજેસરા કો-ઓર્ડીનેટર યોગેશચંદ્ર ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા.

GIANTS MANDVI : નરેન્દ્ર ભાઈ સુરુ, ડોક્ટર શાંતિલાલ મલ્લી, દીપકભાઈ સોની, હિંમતસિંહ જાડેજા, રાજેશભાઈ સોની, ભરતભાઈ કપ્ટા, સાહેલી પ્રમુખ રાજેશ્વરીબેન સાધુ અને રજનીબા જાડેજાએ એવોર્ડ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST