GIANTS : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સંસ્થા નો સરસ્વતી સન્માન તથા શપથવિધિ અને પદગ્રહણ સમારોહ યોજાયા


GIANTS : માંડવીની જાણીતી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીનો વર્ષ ૨૦૨૫ ની શપથવિધિ અને બાળકો માટે નો સરસ્વતી સન્માન કાર્યક્રમ દરજી સમાજ વાડી ખાતે ફેડરેશન પ્રમુખશ્રી મુકેશભાઈ પાઠકના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. કાર્યક્રમનું ઉદઘાટન સ્વામી કૃષ્ણજીવનદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને જૈમાલા બારોટ સ્કોલરશીપ ના કાયમી દાતા શ્રી કિરીટભાઈ બારોટ શ્રી અશ્વિનભાઈ કાગદી તથા રણજીતસિંહ જાડેજાએ બાળકોને બિરદાવી સન્માનિત કર્યા હતા. તાલુકામાં પ્રથમ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બાળકોને વિશેષ સન્માન કિરીટભાઈ બારોટ તરફથી આપવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી કોલેજ કક્ષા સુધી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
GIANTS : શાબ્દિક સ્વાગત પરેશભાઈ સોનીએ કર્યું હતું જ્યારે આ પ્રસંગે ગુજરાત ફેડરેશન ૩ બી ના વાઈસ પ્રેસિડેન્ટ યોગેશચંદ્ર ત્રિવેદીએ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા ૨૩ વર્ષથી માનવ સેવાના કાર્યો કરે છે જે આપ શ્રી જેવા દાતાઓને આભારી છે. નવા પ્રમુખ હિંમતસિંહ જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જામનગર થી યુવા ભગવતાચાર્ય વિરલભાઈ શાસ્ત્રી હાજર રહીને સેવાકીય કાર્યો માટે માંડવી ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા. યંગ જાયન્ટ્સ ડિવિઝન ઓફિસર દીપકભાઈ સોનીએ નાનપણથી સેવાના સંસ્કારો બાળકોમાં વિકસે તેના પર ભાર મૂક્યો હતો. યુનિટ ૦૯ ના યુનિટ ડાયરેક્ટર શ્રી યોગેશકુમાર મહેતા એ માંડવી ગ્રુપના પ્રમુખ હિંમતસિંહ જાડેજા અને સમગ્ર કારોબારી તથા માંડવી સહેલી ગ્રુપના પ્રમુખ જયશ્રીબેન નરેન સોની તથા કારોબારી તથા યંગ જાયન્ટ્સ ડિવિઝન માંડવીના પ્રમુખ કુમારી દિયા દિપક સોની અને કારોબારીની શપથવિધિ પૂર્ણ કરાવી હતી યોગેશકુમાર મહેતાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને જીવ દયા અંગે ખૂબ લોક ઉપયોગી કાર્ય કરી છેવાડાના લોકો સુધી માંડવી જાયન્ટ્સની પ્રવૃત્તિઓને વિસ્તારવા માટે આહવાન કર્યું હતું.
GIANTS : આ પ્રસંગે કાયમી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ફેડરેશન પ્રમુખશ્રી મુકેશભાઈ પાઠકે માંડવીની છેલ્લા ૨૩ વર્ષની પ્રવૃત્તિઓની નોંધ લઇ અભિનંદન પાઠવ્યા હતા. ઇન્ટરનેશનલ લેવલે સર્ટિફિકેટ એવોર્ડ કચ્છમાંથી વધુમાં વધુ માંડવીને મળ્યા તે બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. નવા વરાયેલા પ્રમુખશ્રીઓએ નવા વર્ષ માટે કરવાના પ્રોજેક્ટ ની વાત પોતાના પ્રતિભાવમાં કરી હતી જુદી જુદી સંસ્થાઓના પ્રમુખ મંત્રી હાજર રહીને જાયન્ટ્સ ના નવા વરાયેલા હોદ્દેદારોનું સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી યોગેશચંદ્ર ભટ્ટ અને આભાર વિધિ ઉપપ્રમુખ હર્ષ ત્રિવેદી એ કરી હતી. આ પ્રસંગે સેવા પ્રહરી લોકસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું
GIANTS : કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્ર ભાઈ શુરુ, પિયુષભાઈ પંચાલ, રાજેશભાઈ સોની, દીપકભાઈ સોની, પરેશભાઈ અધેરા, ડોક્ટર શાંતિલાલ મલ્લી, ભરત કપ્ટા, મહેશ જોશી, પરિનભાઈ વાંઝા તથા યોગેશ મહેતાએ જહેમત ઉઠાવી હતી