"શિક્ષણ" એ તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે.
GOVERNMENT SCHOOL : માંડવીમાં બેંગ્લોર સ્થિત વતન પ્રેમી દાતા તરફથી સરકારી પ્રાથમિક શાળાઓમાં નોટબુકો અને બોલપેનો વિતરણનો સમારોહ યોજાયો.
મૂળ માંડવીના પરંતુ હાલમાં બેંગ્લોર નિવાસી વતન પ્રેમી દાતા તરફથી માંડવીની સરકારી પ્રાથમિક શાળાઓમાં બોલપેનો અને નોટબુકો વિતરણનો સમારોહ તાજેતરમાં યોજાયો હતો.
GOVERNMENT SCHOOL : માંડવીના નવાપુરા વિસ્તારમાં આવેલી તાલુકા ગ્રુપ પ્રાથમિક શાળા નં.1, ( દરબારી શાળા) માં માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ખજાનચી અને જૈન અગ્રણી શ્રી નિશાંતભાઈ શાહ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ના પ્રમુખ સ્થાને યોજાયેલ સમારોહમાં માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, જૈન શ્રેષ્ઠી દિલીપભાઈ જૈન અને માંડવીની ખલ્ફાન પ્રાથમિક શાળાના શિક્ષણવિદ જીતેન્દ્રભાઈ સોની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
GOVERNMENT SCHOOL : પ્રમુખ સ્થાનેથી નિશાંતભાઈ શાહે કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, દિનેશભાઈ શાહ અને દિલીપભાઈ જૈન ની પ્રેરણાથી મારા સ્વ. પિતાશ્રી સુરેશભાઈ શાહે માંડવીની સરકારી પ્રાથમિક શાળાઓમાં યુનિફોર્મ, નોટબૂકો અને બોલપેનો વિતરણ કરવાનું શરૂ કરેલ હતું. તે કામ મેં દાતાના સહકારથી ચાલુ રાખેલ છે.
પ્રારંભમાં યજમાન તાલુકા શાળા નં. -1 ના આચાર્યા નિલમબેન ગોહિલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વતન પ્રેમી બેંગ્લોર નિવાસી દાતા, પ્રેરણા આપનાર નિશાંતભાઇ શાહ તેમજ શિક્ષક અગ્રણીઓ દિનેશભાઈ શાહ ,દિલીપભાઈ જૈન નો આભાર માની તેમને અભિનંદન પાઠવ્યા હતા.
અતિથિ વિશેષ પદેથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકા નિવૃત્ત શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે દાતાઓ અને નિશાંતભાઈ શાહનો આભાર માની જણાવ્યું હતું કે "શિક્ષણ એ તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે".
અતિથિ વિશેષ દિલીપભાઈ જૈન અને જીતેન્દ્રભાઈ સોનીએ પણ વતન પ્રેમી દાતા માંડવીને ભૂલ્યા નથી તેમ જણાવી ને પ્રેરણાદાતા નિશાંતભાઈ શાહ નો આભાર માન્યો હતો.
GOVERNMENT SCHOOL : મંચસ્થ મહાનુભવોના હસ્તે માંડવીની સાત સરકારી પ્રાથમિક શાળાઓ,તાલુકા ગ્રુપ શાળા, જૈનનુતન પ્રા.શાળા, ખલ્ફાન પ્રા .શાળા,ર.મુ. કન્યાશાળા, બાબાવાડી પ્રા.શાળા, (એસ.કે.વર્મા શાળા) અને મસ્કા ઓક્ટ્રોય પ્રા. શાળા (કે .ટી. શાહ પ્રા.શાળા ) ના આચાર્યો અનુક્રમે નિલમબેન ગોહિલ, પુનિતભાઈ વાસાણી,વસંતભાઈ કોચરા, બી.વી. ઝાલા, કમલબેન મોનાણી અને હીનાબેન ખીમાણી ને નોટબુકો અને બોલપેનો અર્પણ કરેલ હતી. આ ઉપરાંત માંડવી ની ગોકુલદાસ ગ્રુપ શાળા ની સાત પ્રા શાળાઓ અને ડૉ.જયંત ખત્રી પ્રા.શાળા ને પણ બોલપેનો આપવામાં આવી હતી.આમ કુલ 2000 બોલપેનો અને 200 પેઈઝ ની 600 નોટબોકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન દરબારી પ્રા.શાળાના શિક્ષિકા રીટાબેન શાહે કરેલ હતું જ્યારે રતનશી મૂળજી કન્યા શાળા ના આચાર્ય બળવંતસિંહ ઝાલાએ પ્રતિભાવ આપી આભાર દર્શન કરેલ હતું.
GOVERNMENT SCHOOL : માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયા એ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.જયારે તાલુકા ગ્રુપ શાળા નં.-1 ના શિક્ષકો ધવલભાઇ યાદવ અને જ્યોત્સનાબેન ખત્રી કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.
આ પણ વાંચો : DUBAI : દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે અમીરાત નવુ એરક્રાફ્ટ A350 શરૂ કરશે
INDIAN SOCIOLOGIST