MANDVI : માંડવીની બહેરા મૂંગા વિદ્યાલયના મુક-બધીર બાળકોને ઠંડીથી રક્ષણ માટે વતન પ્રેમી મુંબઈ નિવાસી દાતા તરફથી "ગરમ સ્વેટર" વિતરણ કરાયા.
MANDVI : માંડવી ના સ્વ.ચંચળબેન શિવલાલ ભાણજીભાઈ શાહના પુત્રવધુ માંડવીના વતન પ્રેમી મુંબઈ નિવાસી દાતા શ્રીમતી યશવંતીબેન કીર્તિચંદ્ર શાહની સ્મૃતિમાં, કીર્તિ ચંદ્ર અને લક્ષ્મીકાંત શિવલાલ શાહ તરફથી તાજેતરમાં માંડવીની બહેરા મૂંગા વિદ્યાલયના મુક-બધીર વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મેળવવા "ગરમ સ્વેટર" વિતરણ કરાયા હતા. આ પ્રસંગે માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ સાથે રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાલયના આચાર્ય બળવંતસિંહ જાડેજા તથા રમીલાબેન કષ્ટા સહયોગી રહ્યા હતા.
આ પણ વાંચો : DUBAI : દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે અમીરાત નવુ એરક્રાફ્ટ A350 શરૂ કરશે
INDIAN SOCIOLOGIST