THE INDIAN SOCIOLOGIST

GOVERNOR : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું નિરીક્ષણ કર્યું

GOVERNOR : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું નિરીક્ષણ કર્યું


GOVERNOR : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૦મા પદવીદાન સમારંભ બાદ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.

GOVERNOR : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન વિભાગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિમાં જુદા જુદા પાકો પર પ્રયોગો થતા હોય છે, જેની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે કૃષિ યુનિવર્સિટી દ્વારા કાર્યરત પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની પ્રવૃત્તિઓ નિહાળી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.

GOVERNOR : શ્રી આચાર્ય દેવવ્રતજીની આ મુલાકાત દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વી.પી.ચોવટીયા, પ્રાકૃતિક કૃષિ ફાર્મના હેડ પી.જે. ગોહિલ, એસ. કે. છોડવડીયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ત્યારબાદ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગતના પશુ ઉછેર કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST