THE INDIAN SOCIOLOGIST

ELECTION : પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું

ELECTION : પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું


પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું:જૂનાગઢ મનપા અને 66 ન.પા.ની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન, 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે

ELECTION : ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર હાલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે.

  • 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ

  • 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

  • ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ

  • કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે

  • 16 ફેબ્રુઆરીએ મતદાન

  • 18 ફેબ્રુઆરીએ મતગણતરી

  • ચૂંટણી કાર્યક્રમમાંથી ધાનેરા નગરપાલિકા બાકાત

  • હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં થાય

  • જૂનાગઢ મનપાની ચૂંટણી માટે 16મીએ મતદાન

ELECTION : જૂનાગઢ મનપાની ટર્મ પૂર્ણ થઈ જતા તેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.. જૂનાગઢ મનપાની સાથે અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગરપાલિકામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર 18મીએ મતગણતરી હાથ ધરાશે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST