HELMET : રાજપીપલા કલેકટર કચેરી રોડ પર પોલીસ અને આરટીઓ દ્વારા હેલ્મેટ ચેકીંગ હાથ ધરાયું
HELMET : હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરીને આવનારને પ્રોત્સાહન રૂપે ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરાયા: માર્ગ સલામતીના પ્લેમ્પફ્લેટ આપી માહિતગાર કરાયા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ અંતર્ગત તા. ૧ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ચાલનાર "માર્ગ સુરક્ષા અભિયાન - કાળજી" નો ભાગરૂપે નર્મદા જિલ્લાની શાળા-કોલેજો અને વિવિધ સ્થળોએ રોડ સેફટીના સરકારશ્રી દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નર્મદા જિલ્લાના વાહન ચાલકો રોડ સેફ્ટી નિયમો જાણે, સમજે અને જીવનમાં નિયમોનું પાલન કરી શકે તેવા આશયથી તા. ૧૭ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ રાજપીપલા કલેકટર કચેરી રોડ પર પોલીસ અને આરટીઓ દ્વારા હેલ્મેટની ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
HELMET : જેમાં હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરીને આવનારને પ્રોત્સાહનરૂપે ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને માર્ગ સલામતીના પ્લેમ્પફ્લેટ આપી માહિતગાર કરવામાં આવ્યા હતાં.