KAMREJ : આઈ.સી.ડી.એસ ઘટક કચેરી-કામરેજ દ્વારા નવાગામ પ્રાથમિક શાળા ખાતે પોષણ ઉત્સવની ઉજવણી
KAMREJ : કામરેજ તાલુકાના નવાગામ પ્રાથમિક શાળા ખાતે આઈ.સી.ડી.એસ ઘટક કચેરી કામરેજ દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ ઉત્સવમાં ઇ.ચા. તાલુકા હેલ્થ ઓફિસરે એનેમિયા વિશે તેમજ ટી.એચઆર અને મિલેટ્સનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કાર્યકર તેમજ લાભાર્થી બહેનો ટી.એચ.આર અને મિલેટ્સમાંથી બનતી વિવિધ પોષણયુક્ત વાનગી સ્પર્ધામાં જોડાઈ હતી. જેમાં ટી.એચ.આર ઉપરાંત મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓને પ્રમાણપત્ર અપાયા હતા.
KAMREJ : સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જાનવીબેન એસ. પરમારે સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ પ્રસંગે તાલુકા ઉપપ્રમુખ હર્ષદભાઈ ઢોડીયા, ઈ.ચા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ભાવિકભાઈ કણસાગરા, સીડીપીઓશ્રી રીનાબેન વી પટેલ, સરપંચ સુમિત્રાબેન પી. પટેલ, નવાગામ પ્રા.શાળાના આચાર્ય, એ.એન.એમ તેમજ MPHW, મુખ્યસેવિકા બહેનો, BC. PSE INS., BNM અને આંગણવાડી કાર્યકર બહેનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
INDIAN SOCIOLOGIST