JAIN : આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના નરેશમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા -2 અને અર્ચનાબાઈ મહાસતી આદિ ઠાણા- 4 નું આગામી ચાતુર્માસ માંડવી તાલુકાના ભોજાય ગામે જાહેર થયું.
JAIN : શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના નરેશ મુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા -2 અને અર્ચનાબાઈ મહાસતી આદિ ઠાણા -4 નું આગામી વર્ષનું ચાતુર્માસ માંડવી તાલુકાના ભોજાય ગામે જાહેર થયું છે.
JAIN : શ્રી કચ્છ ભોજાય આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘને વિક્રમ સંવત 2081 નું ચાતુર્માસ ભોજાય ગામના જ પરમ પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબના શિષ્ય રત્ન અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ "આનંદ" મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઓજસ મુનિ "મંગલ " મહારાજ સાહેબ તેમજ સાધ્વીરત્ના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિ ઠાણા- 4 નું ચાતુર્માસ પ્રાપ્ત થયેલ છે.
JAIN : પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબના "દીક્ષા સુવર્ણ વર્ષ "નિમિત્તે,ભોજાય સંઘની આગ્રહ ભરી વિનંતી અને ગુરુદેવોના આશીર્વાદથી ભોજાય સંઘના ભાગ્યોદયે પરમ પૂજ્ય નરેશમુનિ,પરમ પૂજ્ય ઓજસ મુનિ, તેમજ સાધ્વીરત્ના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી ,પરમ પૂજ્ય પરિતાબાઇ મહાસતી, પરમ પૂજ્ય દર્શિતાબાઈ મહાસતી અને પરમ પૂજ્ય અક્ષિતાબાઇ મહાસતી નું ભોજાય સંઘને ચાતુર્માસ પ્રાપ્ત થયેલ હોવાનું પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડૉ.દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી.શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું છે.
તેમનો ચાતુર્માસ મંગલ પ્રવેશ તા. 28/ 6/ 2025 ને શનિવારના રોજ અષાઢી બીજ ના "કચ્છી નવા વર્ષે" થશે.
આ પણ વાંચો : DUBAI : દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે અમીરાત નવુ એરક્રાફ્ટ A350 શરૂ કરશે
INDIAN SOCIOLOGIST