KHEL MAHAKUMBH : માતા,પુત્રી અને પુત્ર એ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બની માંડવીના જૈન સમાજનું ગૌરવ વધાર્યું.

છેલ્લા પાંચ વર્ષથી રાજ્યકક્ષાએ પણ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે.
KHEL MAHAKUMBH : ખેલ મહાકુંભમાં માતા,પુત્રી અને પુત્ર એ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બનીને માંડવીના જૈન સમાજનું ગૌરવ વધારેલ છે. આ ત્રણેય વ્યક્તિઓ છેલ્લા પાંચ વર્ષથી રાજ્યકક્ષાએ ભાગ લઈને કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે.
KHEL MAHAKUMBH : માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના મંત્રી પુનિતભાઈ મહેશભાઈ શાહ (લાકડાવાલા )ના ધર્મ પત્ની, શ્રીમતી ચૈતાલીબેન પુનિતભાઈ શાહ ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં, 40 વર્ષથી વધારે ની કેટેગરીમાં તાલુકા કક્ષાએ બીજા નંબરે અને જિલ્લા કક્ષાએ ત્રીજા નંબરે વિજેતા બનેલ છે. પુનિતભાઈ શાહની સુપુત્રી, નિશી પુનિતભાઈ શાહ ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં, 17 વર્ષની અંદરની કેટેગરીમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે અને જિલ્લા કક્ષાએ બીજા નંબરે વિજેતા બનેલ છે. પુનિતભાઈ શાહના સુપુત્ર, દિવીત પુનિતભાઈ શાહ ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં, 14 વર્ષની અંદરની કેટેગરીમાં તાલુકા કક્ષાએ ત્રીજા નંબરે અને યોગાસન માં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. આમ માંડવી ના માતા, પુત્રી અને પુત્ર એ ખેલ મહાકુંભમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બની ને માંડવીના છ કોટી જૈન સંઘ અને માંડવીના જૈન સમાજનું ગૌરવ વધારેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
KHEL MAHAKUMBH : તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ માતા, પુત્રી અને પુત્રને છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા,મંત્રી પુનિતભાઈ શાહ (લાકડાવાલા),ટ્રસ્ટી જયેશભાઈ જી. શાહ,માંડવી જૈન સમાજ (બે નાત) ના પ્રમુખ મેહુલભાઈ શાહ, તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ,ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી,માંડવી નગરપાલિકાના સત્તા પક્ષના નેતા લાંતિકભાઈ શાહ,નગરસેવક પારસભાઈ સંઘવી વગેરે એ અભિનંદન પાઠવ્યા હતા. ત્રણે વિજેતા ને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે
KHEL MAHAKUMBH : અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વિજેતા છેલ્લા પાંચ વર્ષથી ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે.