THE INDIAN SOCIOLOGIST

MANDVI POLICE : બે અઠવાડીયા અગાઉ ચોરી થયેલ એક્સેસ (ટુ-વ્હીલર)ના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી એક્સેસ (ટુ-વ્હીલર) વાહન રીકવર કરતી માંડવી પોલીસ

"માંડવી ટાઉનમાં બે અઠવાડીયા અગાઉ ચોરી થયેલ એક્સેસ (ટુ-વ્હીલર)ના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી એક્સેસ (ટુ-વ્હીલર) વાહન રીકવર કરતી માંડવી પોલીસ "


MANDVI POLICE : પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ.

MANDVI POLICE : જે અનુસંધાને શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ, સી.વાય.બારોટ, પોલીસ ઇન્સપેક્ટર, માંડવી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૧૨૫૦૦૧૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૫૪ મુજબના ગુનાનો મુદામાલ કાળા કલરની એક્સેસ (ટુ-વ્હીલર) રજી નં.GJ12HE-3422 વાળી તથા આરોપીઓ બાબતે માંડવી પોલીસ સ્ટાફ ચોર ઇસમો પકડી પાડવા સક્રિય હોય તે માટે માંડવી શહેર તેમજ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોધરા, શીરવા, મેરાઉ મધ્યે આવેલ સી.સી.ટી.વી ફુટેજ તેમજ કોડાય વિસ્તારમાં આવેલ સી.સી.ટી.વી ફુટેજ તથા નેત્રમ કંટ્રોલ ભુજની મદદ લઇ સદર ગુનામાં ઉપયોગમાં લીધેલ મદનીયુ(છકડો) કુલ-૨૧ સી.સી.ટી.વી ફુટેજ તથા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે મદનીયુ(છકડા)નો મોડેલ, કલર તથા ડાલાની ફ્રેમ વેરીફાઈ કરેલ તે દરમીયાન પ્રો એસ.એસ.આઇ ડાયાભાઇ ગઢવી તથા પો.હે.કો. દીલીપસિંહ જાડેજાનાઓને સંયુકત રીતે બાતમી હકિકત મળેલ કે, ઉપરોક્ત ચોરી વખતે સી.સી.ટી.વી ફુટેજમાં દેખાતો બ્લ્યુ કલરનો શંકાસ્પદ મદનીયુ(છકડો) કોડાયથી માંડવી તરફથી આવી રહેલ છે જે બાતમી હકિકત આધારે શંકાસ્પદ મદનીયુ(છકડો)ના રોકી મદનીયુ(છકડા)ની અંદર બેઠેલ ઇસમોની યુક્તિ-પ્રયુક્તીથી પુછપરછ કરતા ઇસમોએ ગુનાની કબુલાત કરતા તેમજ સી.સી.ટી.વી. ફુટેજથી વેરીફાઇ કરી ચોરી થયેલ એક્સેસ (ટુવ્હીલર) સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

કબ્જે કરેલ મુદામાલ

(૧) કાળા કલરની એક્સેસ(ટુ વ્હીલર) રજી નં.GJ12HE-3422 કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-

(૨) બ્લ્યુ કલરનુ ટાટા કંપનીનુ ACE ZIP BS3 મદનીયુ ચેસીસ નં.MAT491011G6G11658 તથા એન્જીન- No. G600UUIS6G8589765 D.  ३.२,००,०००/-


આરોપીની વિગત

(૧) રીયાઝ હાસમ કુંભાર ઉ.વ.૨૦ રહે-લશ્કરી માતમ કેમ્પ એરીયા ભુજ

(૨) સબીર ઉર્ફે કારો સતાર થેબા ઉ.વ.૧૯ રહે જયેષ્ઠાનગર ભુજ


ડીટેક્ટ થયેલ ગુનાની વિગત

માંડવી પોલીસ સ્ટેશન ગુ.૨.ન. ૧૧૨૦૫૦૩૧૨૫૦૦૧૦/૨૦૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ


MANDVI POLICE : ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર સી.વાય.બારોટ, એ.એસ.આઈ મનોજભાઇ શ્રીમાળી પ્રો.એસ.એસ.આઇ ડાયાભાઇ ગઢવી, પૃથ્વીરાજસિંહ જાડેજા પો.હે.કો. દિલીપસિંહ કાથુભા જાડેજા, વશરામભાઇ પટેલ તથા પો.કોન્સ. દિનેશભાઇ ચૌધરી, રામભાઈ ગઢવી,ક્રિપાલસિંહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST