KUTCH : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા દ્વારા કચ્છ જિલ્લાના 4(ચાર) તાલુકાના 8(આઠ )જરૂરતમંદ બહેનોને "સિલાઈ મશીન" ની ભેટ આપી આત્મ નિર્ભર બનાવી 2025 ના નવા વર્ષને આવકાર અપાયો.
KUTCH : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ - ગોધરા દ્વારા કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, ભુજ અને નખત્રાણા તાલુકા સહિત ચાર તાલુકાના આઠ જરૂરતમંદ બહેનોને,માંડવીમાં "સિલાઈ મશીન" ની ભેટ આપીને આત્મનિર્ભર બનાવી,2025 ના નવા વર્ષને તા. 3 /1 ને શુક્રવારના આવકાર આપવામાં આવ્યો હતો.
KUTCH : તા.3 /1 ને શુક્રવારના માંડવીના લોહાણા બોર્ડિંગ (પોસ્ટ ઓફિસ પાસે )માંડવી મધ્યે માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરિશભાઈ ગણાત્રા ના પ્રમુખ પદે, જયેશભાઈ સોમૈયા અને મોહનભાઈ જોબનપુત્રા (બંને ભુજ )ના મુખ્ય મહેમાન પદે યોજાયેલા સમારોહમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડૉ. ચંદ્રકાંતભાઈ ચોથાણી માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ,ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, દાતા સોની ભરતભાઈ થલેશ્વર અને લોહાણા સમાજના સેવાભાવી આગેવાન હસમુખભાઈ ઠક્કર અને મહેન્દ્રભાઈ ચોથાણી મંચસ્થ રહ્યા હતા.
KUTCH : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ -ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશી ની પ્રેરણા અને પ્રયત્નોથી અક્ષરનિવાસી સુશીલાબેન જયેશભાઈ સોમૈયા (હસ્તે: જયેશભાઈ- ભુજ), અક્ષર નિવાસી મધુરીબેન જમનાદાસ મજેઠીયા ( હસ્તે: અતુલભાઇ મુલુંડ -મુંબઈ), અક્ષરનિવાસી હર્ષિદાબેન મોહનભાઈ જોબનપુત્રા (હસ્તે: મોહનભાઈ- ભુજ), માતૃશ્રી મણીબેન મંગલદાસ ઠક્કર પરિવાર (હસ્તે: પંકજભાઈ /અતુલભાઇ ઠક્કર, કોઠારા- અબડાસા), ચંદ્રકાંત પાલણ મોતા( ગોધરા- મુંબઈ ),પટેલ મૂળજીભાઈ મેઘજીભાઈ વાસાણી (હસ્તે : નિલેશભાઈ વાસાણી, નાની વિરાણી, માંડવી- મુંબઈ), દિનેશભાઈ પરસોત્તમ ખજુરીયા ભદ્રા ( નાગિયા,હાલે ડોમ્બિવલી- મુંબઈ), તથા માતૃશ્રી કંચનબેન કરસનજી મહેતા (હસ્તે : ધીરજ ભાઈ મહેતા,ગોધરા -ઘાટકોપર- મુંબઈ) તરફથી, માંડવી તાલુકાના માંડવી ના બે,વાંઢ ગામના એક, નાગલપર ના એક, અને ભીસરા ના એક સહિત પાંચ, કાંડાગરા (તાલુકો- મુન્દ્રા)ના એક,કોટડા- રોહા( તાલુકો -નખત્રાણા) ના એક, અને માધાપર (તાલુકો- ભુજ)ના એક સહિત કુલ 8 (આઠ) " સિલાઈ મશીન" મંચસ્થોના હસ્તે ભેટ આપી, આઠેય બહેનોને સ્વ નિર્ભર બનાવી, 2025 ના નવા વર્ષને આવકાર આપવામાં આવ્યો હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા માંડવી ના દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
KUTCH : નાગલપુર (માંડવી)ના સોની પૂનમબેન જીતુભાઈ તથા ભીસરા (માંડવી)ના હીરબાઈ મોમાયા ગઢવીએ પોતાને સિલાઈ મશીન ભેટ મળતા ખુશી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે અમે હવે આત્મ નિર્ભર બની શકશું .તેમણે દાતા પરિવાર અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ - ગોધરાના પ્રમુખ નો અને આયોજકો નો આભાર માન્યો હતો.
KUTCH : પ્રમુખ સ્થાનેથી માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરિશભાઈ ગણાત્રા,અતિથિ વિશેષ પદેથી મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડૉ.ચંદ્રકાંતભાઈ ચોથાણી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા ,મંત્રી દિનેશભાઈ શાહ, દાતા ભરતભાઈ થલેશ્વર ( સોની), ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા એ દાતાશ્રીઓનો આભાર માની, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા ની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી, તેમના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
KUTCH : સિલાઈ મશીન ના દાતા ભુજના જયેશભાઈ સોમૈયા અને ભુજના મોહનભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, અમને બહેનોને સિલાઈ મશીન ભેટ આપવાની તક મળવા બદલ અને તેમને આત્મ નિર્ભર બનાવવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી.
KUTCH : મુંબઈથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને માંડવીના સેવાભાવી જૈન અગ્રણી જયેશભાઈ જી . શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
KUTCH : શૈલેષભાઈ મીઠાવાળા અને સંદીપભાઈ માલમ અને લોહાણા બોર્ડિંગના ટ્રસ્ટી મંડળ સહયોગી રહ્યા હતા.