THE INDIAN SOCIOLOGIST

Minister of State for Home Affairs : રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

ગુનાખોરી ડામવા ગુજરાત પોલીસના ભાવિ રોડમેપ અને પરિણામલક્ષી કામગીરી અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું મનોમંથન

પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિતી થાય તે માટે ગુજરાત પોલીસ સતત પ્રયાસરત: ડીજીપી શ્રી વિકાસ સહાય 

‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં ૨૦૨૪ના વર્ષમાં ૩૩૦૦ કાર્યક્રમો દ્વારા લોકોને રૂા.૧૫૩ કરોડની લુંટ, ચોરીના નાણા, વ્યાજખોરોએ પડાવી લીધેલી મિલકતો પરત કરવામાં આવી

છેલ્લા એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૦૮ કરોડ તેમને પરત કરવામાં આવ્યા :- ડીજીપી શ્રી વિકાસ સહાય

Minister of State for Home Affairs : ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરશ્રીઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જી.ઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે ૨૦૨૪ના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. બેઠકમાં ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ક્રાઈમ કોન્ફરન્સ બાદ ડીજીપીશ્રી વિકાસ સહાયે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પોલીસની કામગીરી વધુ અસરકાર બને તે માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિતી થાય તે માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે.

Minister of State for Home Affairs : ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં ૨૦૨૪ના વર્ષમાં ૩૩૦૦ કાર્યક્રમો દ્વારા લોકોને રૂા.૧૫૩ કરોડની લુંટ, ચોરી, ફ્રોડ થયેલી અને વ્યાજખોરોએ પડાવી લીધેલી મિલકતો પરત કરવામાં આવી છે. ‘તેરા તુજકો અર્પણ’ની ભાવના પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ બની રહી છે. રાજ્યના ૬૫૦ પોલીસ સ્ટેશનો, ૭૦૦ આઉટ પોસ્ટ, ચોકીઓના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા બે મહિને ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં આવે છે. ૨૦૨૪માં રાજ્યમાં ૧૦,૫૦૦ જેટલા આવા કાર્યક્રમો યોજી તેમાં મળેલા સ્થાનિક મુદ્દાઓ પર ભવિષ્યની કામગીરીને બહેતર બનાવવાનું મંથન કરાયું હોવાની વિગતો તેમણે આપી હતી. વ્યાજખોરી સામે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ કરવામાં આવી છે, જેમાં ૨૦૨૪માં ૭૧૫ વ્યાજખોરો સામે ગુનાઓ, એફ.આઇ.આર દાખલ કરીને ૧૫૦૦થી વધુ લોકોની અટક કરવામાં આવી છે જેના પરિણામે વ્યાજખોરીનું દૂષણ ઘટ્યું છે. સાયબર ફ્રોડ-સાયબર ક્રાઈમ પર મંથન કરીને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તે માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૦૮ કરોડ તેમને પરત કરવામાં આવ્યા છે.

Minister of State for Home Affairs : લોકો વધુમાં વધુ સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃત થાય તે જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે, કોઈ પણ સમયે અજાણી લિંક પર ક્લિક ન કરતા સાયબર વિશ્વમાં હંમેશા એલર્ટ રહેવાની અપીલ કરી હતી. પોલીસ સ્ટેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક તપાસણી કરવામાં આવે છે એટલું જ નહીં, હેડક્વાર્ટરથી દૂર રહીને ૧૨૦૦ નાઈટ હોલ્ટ દ્વારા ઇન્સ્પેકશન કામગીરી કરવામાં આવી છે. ૨૦૨૪માં રાજ્યમાં ૧૦૦ ટકા ઇન્સ્પેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં ક્રાઈમ રેટમાં મેજર ઘટાડો થયો હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્ય પોલીસ દ્વારા તપાસમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનાઓ ઉકેલવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં શી-ટીમની રચના કરવામાં આવી છે.

Minister of State for Home Affairs : સિનિયર સિટીઝનો, મહિલાઓની સુરક્ષા માટે રક્ષાબંધન દરમિયાન ૨૫,૦૦૦ વડીલોને મળીને રાખડી બાંધવામાં આવી હતી. આ ઉપરાંત, શી-ટીમ દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે એ માટે ૧૦,૦૦૦ શિક્ષકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રોની રચના કરવામાં આવી રહી છે. ગંભીર ગુનાઓમાં ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીઓ ક્રાઈમ સ્પોટ પર જઈને તપાસ કરે છે. ગંભીર ગુનાઓમાં તપાસ અને પુરાવાઓ એકત્ર થાય તેમજ લોકોને ઝડપી ન્યાય મળે તેવા આશયથી રાજ્યમાં ગંભીર કેસોની સાયન્ટીફીક તપાસ માટે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને સબ ડિવિઝન પોલીસ ઓફિસરોની કચેરીઓમાં ક્રાઈમ સીન મેનેજરની નિમણુંક કરવામાં આવી હોવાનું ડીજીપીએ ઉમેર્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે ગૃહમંત્રી, ડી.જી.પી. તેમજ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવકાર્યા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST