રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ ૨૦૨૫ - નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત સહકાર ભવન ઓડિટોરિયમ ખાતે “નેશનલ બોટની ફેસ્ટ”નું ઉદ્ઘાટન
National Botanical Festival 2025 : ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડીયાના નિયામક શ્રી એ.એ.માઓની ઉપસ્થિતિમાં પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું ઉદ્ઘાટન કરાયું - રિચ ફ્રુટ કરતા સુપર ફ્રુટને પ્રાધાન્ય આપી રોજબરોજન જીવનમાં ઉપયોગ કરવું જરુરી છે: શ્રી એ.એ.માઓ - દેશના વિવિધ રાજયોના ૩૧ ટીમના કુલ ૨૧૭ જેટલા બોટનીના વિદ્યાર્થિઓએ ભાગ લીધો - વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી,એકતા નગર સ્થિત સહકાર ભવન ઓડિટોરિયમમાં ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડીયાના નિયામક શ્રી એ.એ.માઓની ઉપસ્થિતિમાં પ્રથમ રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ ૨૦૨૫( “નેશનલ બોટની ફેસ્ટ”)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડીયાના નિયામક શ્રી એ.એ.માઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવની ઉજવણી કરવામાં માટે ચોક્કસ જગ્યા પસંદગી કરાઈ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે ભારતના વિવિધ રાજ્યમાંથી પધારેલ બોટનીના વિદ્યાર્થીઓ એકતાથી વનસ્પતિનો રિસર્ચ કરી અભ્યાસ કરશે જે એમના જીવનનો ઉત્તમ ઉદાહરણ રહેશે.
National Botanical Festival 2025 : ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, તમને વિષય પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તો જ તમે ઘણું બધું શીખી શકશો. બોટની એવો વિષય છે કે જે આપણે ઘણું બધું શીખવી શકે છે. તમે કંઇક નવું શીખવાની ભૂખ હોવી જોઈએ,જેટલા તમે પ્રશ્નો પૂછશો તેટલું તમને શીખવા જાણવા મળશે,વનસ્પતિ અને વન્ય પ્રાણી એવી વસ્તુ છે કે જેટલું તેનું જતન કરીશું તેટલું એનો વિકાસ થશે. વધુમાં ઉમેર્યું કે, જ્યારે આપણા પૂર્વજો પ્રકૃતિના ખોળે રહીને એમાંથી મળતી વસ્તુઓને જ ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ જેમાં રિચ ફ્રુટ કરતા સુપર ફ્રુટને પ્રાધાન્ય આપી આપીને રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ તો સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. વનસ્પતિનો અનુભવ કરવામાં પ્રકૃતિમાં રહી સમય આપી એનો શોધખોળ કરવો જોઈએ જેનાથી ચોપડાના જ્ઞાન કરતાં પ્રેકટિકલ જ્ઞાન મળે છે. જેટલું આપણે વનસ્પતિનું જતન કરીશું તેટલું આપણે ઉપયોગી બની શકે છે. મિનિસ્ટ્રી ઓફ આયુષના રિસર્ચ પ્રોફેસર શ્રી ભૂષણ પટવર્ધને જણાવ્યું કે, રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવમાં આજે સૌ વિદ્યાર્થીઓને ભેગા કરી ઉત્સવની ઉજવણી કરવામાં મોકો આપ્યો છે. આજે આપણે એવા કલ્ચરમાં જીવી રહ્યા છે જે જાણવું જરૂરી છે, કુદરતમાંથી મળતી વસ્તુઓ નષ્ટ થતી જાય છે,જેનું રક્ષણ કરવું જોઈએ. જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાનાને સમજવું જરૂરી છે. આપણે રિસર્ચ તો કરીએ છે પણ એ અભ્યાસ પૂરતું હોય છે એને સંપૂર્ણ અભ્યાસ કરી ભવિષ્યમાં એની મહત્વતા હોવી જરુરી બને છે. એકતા નગરના નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના વિષય નિષ્ણાંતો અને વોલેન્ટીયર્સની મદદથી એકતા નગરના વિવિધ પ્રવાસીય પ્રક્લ્પો કે જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે જેની મુલાકાત મારફતે ફન વિથ નોલેજ દ્વારા વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થિઓના જ્ઞાનવર્ધન માટે એકતા નગર ખાતે પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યુ છે, ૪ દિવસ સુધી વિદ્યાર્થીઓ એકતા નગરની સમૃદ્ધ બાયોડાયવર્સિટીની વચ્ચે પોતાનો અભ્યાસ હાથ ધરશે. અંતે ઉલ્લેખનીય છે કે, એકતા નગર ખાતે વેલી ઓફ ફ્લાવર સોસાયટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એમ.એસ.યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુકત ઉપક્રમે પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે.
National Botanical Festival 2025 : આ ફેસ્ટમાં તા. ૨૩ જાન્યુઆરી સુધી વિવિધ રાજયોના ૩૧ ટીમના કુલ ૨૧૭ જેટલા વનસ્પતિશાસ્ત્રના વિધાર્થીઓ એકતા નગરના સમૃદ્ધ બાયોડાયવર્સિટીનો ગહન અભ્યાસ કરશે. ભારતમાં અમલી થયેલી નવી શિક્ષણનીતિમાં પણ અનુભવલક્ષી શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે. ત્યારે આ શિબિર દરમ્યાન એકતા નગર ખાતેના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો પર લઇ જઇને રસપ્રદ ગેમ્સ મારફતે જ્ઞાન પીરસવામાં આવશે. આયોજીત થનાર વિવિધ ગેમ્સ ફ્લોરા અને ફાઉના ફ્યુઝન, નેચરલ પેઇન્ટીંગ, પંચેન્દ્રીય પરીક્ષા, ટેન્ટ મેકીંગ, જંગલ કા ખાના ખજાના, વનસ્પતિ શોધ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે એકતા નગરના વિવિધ પ્રવાસીય પ્રક્લ્પો આરોગ્ય વન, જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર્સ, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન, એકતા નર્સરીમાં સમગ્ર આયોજન થશે. કાર્યક્રમ દરમિયાન વનસ્પતિ વિષયના નિષ્ણાંતોએ પણ વનસ્પતિ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
National Botanical Festival 2025 : કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પર્યાવરણ અંગે શપથ લીધા હતા. આ પ્રસંગે એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન શ્રી પ્રો. હરી કટારીયા, ડિપાર્ટમેન્ટ ઓફ બોટનીના હેડ શ્રી પ્રો. વિનય રાવળે, પ્રાધ્યાપક શ્રી પદ્મનાભી નાગર એસઓયુના અધિક કલેકટર શ્રી નારાયણ માધુ, ગોપાલ બામણીયા ઉપસ્થિત રહ્યા હતાં.